ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા કરી

Text To Speech

બારામુલા (જમ્મુ-કાશ્મીર), 24 ડિસેમ્બર: કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓએ પૂર્વ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરી છે. મૃતક અધિકારીની ઓળખ મોહમ્મદ શફી તરીકે થઈ છે. ટાર્ગેટ કિંલિગની ઘટના સામે આવ્યા બાદ પોલીસ અને સેનાએ વિસ્તારની ચારેબાજુથી ઘેરાબંધી કરી છે. તેમજ આતંકવાદીઓને રંગે હાથે પકડવા સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ મોહમ્મદ શફીની હત્યા ત્યારે કરી જ્યારે તેઓ મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા. જો કે, તેમને જાણીજોઈને નિશાને બનાવાયા છે તેમ માનવામાં આવે છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ વર્ષની શરૂઆતમાં પણ ટાર્ગેટ કિલિંગની ઘટના બની

કાશ્મીરમાં કેટલાક સમયથી ટાર્ગેટ કિલિંગનો આ પહેલો મામલો નથી. અગાઉ આ વર્ષે મે મહિનામાં આતંકવાદીઓએ એક નાગરિકને નિશાન બનાવ્યા હોય. મૃતકની ઓળખ ઉધમપુરના રહેવાસી દીપુ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ તે એક ખાનગી સર્કસમાં કામ કરતો હતો. તે સર્કસમાંથી કોઈ કામ માટે બહાર આવ્યો હતો. ત્યારબાદ આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો અને તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કેન્દ્રએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્રે નિર્ણય લીધો હતો કે ખીણમાં વસતા લઘુમતીઓને કાશ્મીર ખીણમાંથી બહાર નહીં, પરંતુ કાશ્મીરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. આ ઉપરાંત, નોર્થ બ્લોકમાં યોજાયેલી બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપતાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં વધી રહેલી હિંસા માટે ફરીથી પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, અથડામણમાં એક આતંકી ઠાર

Back to top button