ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા, જાણો શું છે કારણ

  • ગુજરાતીઓ હવે ડોમેસ્ટિકના બદલે ઈન્ટરનેશનલ ટુર પર જવાનું પસંદ કરી રહ્યા છે
  • મિડલ ઇસ્ટના દેશોની ટીકીટ અને ટુર પેકેજ સસ્તામાં મળી રહ્યાં છે
  • સીધી ફલાઇટ અમદાવાદથી ઓપરેટ થતા એરફેરમાં 20 ટકાનો ઘટાડો

અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા છે. જેમાં ઈન્ટરનેશનલ ટુરનો ક્રેઝ વધતા અમદાવાદ એરપોર્ટ પર નવી 5 એરલાઇન્સ શરૂ થઇ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધ્યો છે. નવી 6 ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા સંચાલન શરૂ કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતની આ કંપનીઓ તેમની ઓફિસ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત કરશે!

ગુજરાતીઓ હવે ડોમેસ્ટિકના બદલે ઈન્ટરનેશનલ ટુર પર જવાનું પસંદ કરી રહ્યા છે

ફ્લાઇટ્સ વધતાં ઈન્ટરનેશનલ ટુરની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 6 મહિનાના સમયમાં 6 એરલાઇન્સ કંપનીએ પોતાની નવી કનેક્ટીવિટી શરૂ કરી છે જેને કારણે ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા છે અને મીની વેકેશનમાં ગુજરાતીઓ હવે ડોમેસ્ટિકના બદલે ઈન્ટરનેશનલ ટુર પર જવાનું પસંદ કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 1 વર્ષમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના બે ટર્મિનલમાં વધુ ઇમિગ્રેશન કાઉન્ટર્સ, ચેક-ઇન કાઉન્ટર્સ, સિક્યોરિટી હોલ્ડ એરિયા અને લાઉન્જ સહિતના ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોની સંખ્યા તો વધી જ છે સાથે સાથે ફ્લાઈટસ અને નવી ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપનીઓએ પણ તેમની એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટથી સંચાલન કરવાની શરૂઆત કરી છે જેના કારણે ઈન્ટરનેશનલ ટુરની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ, ફ્રાન્સમાં અટકાવેલા પ્લેનમાં 260 ભારતીયોમાંથી 96 ગુજરાતી

મિડલ ઇસ્ટના દેશોની ટીકીટ અને ટુર પેકેજ સસ્તામાં મળી રહ્યાં છે

ફ્લાય બગદાદ, મલેશિયન એરલાઇન્સ, વિયેતનામ એરલાઇન્સ, થાઈ સ્માઈલ એરવેઝ, થાઈ એર એશિયા ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમદાવાદ એરપોર્ટથી સંચાલન શરૂ કર્યું છે. દિવાળી વેકેશન હોય કે ક્રિસમસ વેકેશન ગુજરાતીઓ ફરવા માટે ઉત્સુક હોય છે અને આ જ કારણથી રજાઓના માહોલમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા માટે ઉપડી જતા હોય છે જો કે હવે ગોવા, જમ્મુ કાશ્મીર, કેરળ, હિમાચલ પ્રદેશ જેવા ડેસ્ટીનેશનના બદલે ગુજરાતીઓ દુબઈ, બેંગકોક, થાઇલેન્ડ, ઇજિપ્ત સહિતના દેશોમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ઇન્ટરનેશનલ ટુર માટેની સીધી ફલાઇટ અમદાવાદથી ઓપરેટ થતા એરફેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જેને કારણે હવે ફરવાના શોખીનોને ડોમેસ્ટિક ફ્લાઇટની કિંમતમાં ગલ્ફ તેમજ મિડલ ઇસ્ટના દેશોની ટીકીટ અને ટુર પેકેજ સસ્તામાં મળી રહ્યાં છે.

Back to top button