આગની વચ્ચે લોકો રજાઓ માણવા કેમ આવે છે?
આઈસલેન્ડ, 23 ડિસેમ્બર : ગ્રિંડાવિકમાં જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે લાવા દૂર-દૂર શુધીના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. આકાશમાં ધુમાડો વધી રહ્યો છે. જેના કારણે તેનો રંગ કાળો થઈ ગયો છે. લોકોના જીવ માટે આ જોખમ છે. તેમને તેની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં લોકો મોટી સંખ્યામાં અહીં રજાઓ માણવા આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જ્વાળામુખી વિસ્ફોટ હજુ પણ થઈ રહ્યા છે. તેમ છતાં પણ લોકો તેની ખૂબ નજીક જઈ રહ્યા છે. અહી ગમે તેટલો ભય હોય પણ લોકો તેનાથી જરાય ડરતા હોય તેવું લાગતું નથી.
એક અહેવાલ મુજબ, આ જ્વાળામુખીનું નામ સુંધજુકા છે અને તે ગ્રિંડાવિક શહેરની નજીક આવેલો છે. સોમવારે પ્રચંડ વિસ્ફોટ શરૂ થયા બાદ અહીં લાવા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અહી ગમે તેટલો ભય હોય પણ લોકો તેનાથી જરાય ડરતા હોય તેવું લાગતું નથી. લોકો જ્વાળામુખીની આટલી નજીક જવાથી પર્યાવરણ મંત્રાલયએ એક નિવેદન જાહેર કર્યું છે, ‘તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારો અને કૃપા કરીને જાહેર સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરો.’
આઇસલેન્ડની પોલીસે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું, ‘વિસ્ફોટ શરૂ થઈ ગયો છે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ તેની વિસ્ફોટની દિશામાં ન જાય.
આ પણ વાંચો : આ નાના દરિયાઈ જીવ પાસે છે એન્ટાર્કટિકાના પીગળવાનું રહસ્ય…