દર વર્ષે કેટલા ઈલેક્ટ્રિક વાહનોનું થશે વેચાણ અને તેનાથી કેટલાને મળશે રોજગાર?
- દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોના એક્સપોમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું નિવેદન
- દર વર્ષે 1 કરોડ EVનું વેચાણ થશે અને તેનાથી 5 કરોડ નોકરીઓનું સર્જન થશે : નીતિન ગડકરી
નવી દિલ્હી, 23 ડિસેમ્બર : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને ઉદ્યોગના નિષ્ણાતોથી લઈને સરકાર સુધી દરેકને વિશ્વાસ છે કે આવનારો સમય વધુ સારો હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં ચાલી રહેલા EV EXPO 2023માં જણાવ્યું હતું કે, “2030 સુધીમાં ભારતમાં દર વર્ષે લગભગ 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે અને તેનાથી લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.”
નીતિન ગડકરીએ કહ્યું કે, “આજે ભારત વિશ્વમાં 30 ટકા અશ્મિભૂત ઇંધણ(fosil fuel) વાપરે છે, અને આપણી મોટાભાગની નિર્ભરતા આયાત પર છે. અમે માત્ર પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઓઇલની આયાત પર અંદાજે રૂ. 16 લાખ કરોડનો ખર્ચ કરીએ છીએ.” જે દેશના GDPના આશરે 3 ટકા છે. તે કમનસીબ છે કે દેશના પરિવહન ક્ષેત્રની 85 ટકા જરૂરિયાતો માત્ર આયાતી અશ્મિભૂત ઇંધણ દ્વારા જ પૂરી થાય છે.”
ભારત ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ રહેલું છે : મંત્રી
“અમેરિકા અને ચીન પછી, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ છે. હાલમાં, ઓટો ઇન્ડસ્ટ્રીનો ઉદ્યોગ લગભગ 12.5 લાખ કરોડ રૂપિયાનો છે, જેમાં દર વર્ષે વાહનોની સંખ્યામાં 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ભારત “દેશમાં CO2 ઉત્સર્જનના 40 ટકા માટે એકલું ઓટો ક્ષેત્ર જ જવાબદાર છે. ડીઝલ એન્જિન પર ચાલતા વાહનો પ્રદૂષણનું મુખ્ય કારણ છે અને પર્યાવરણ માટે અત્યંત હાનિકારક છે.”
વધુમાં મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, “અમે પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ, આ પ્રયાસમાં ઓછા ઉત્સર્જનવાળા પરિવહન જેમ કે ઇલેક્ટ્રિક વાહનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો પરિવહન માટે સૌથી યોગ્ય, સુરક્ષિત અને સ્વચ્છ છે. જો આપણે નિયમિત વાહનોને બદલે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર સ્વિચ કરીશું, તો CO2 ઉત્સર્જનને 2030 સુધીમાં 1 ગીગા ટન સુધી ઘટાડી શકાશે.”
1 કરોડ વાહનોનું વેચાણ અને 5 કરોડ નોકરીઓનું સર્જન
ઈલેક્ટ્રિક વાહનોની માંગ અને સેક્ટરમાં રોજગાર અંગે ગડકરીએ કહ્યું હતું કે, “દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને વાહનના ડેટા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 34.54 લાખ ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા છે. જે ઝડપે દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટી વધી રહી છે તેને જોતાં એવો અંદાજ આવે છે કે વર્ષ 2030 સુધીમાં દેશભરમાં દર વર્ષે લગભગ 1 કરોડ ઈવીનું વેચાણ થશે અને તેનાથી લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.
આ પણ જુઓ :શું ઇલેક્ટ્રિક વાહનમાં ખરેખર ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર ન પડે?