ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

એક ચૂંટણી એવી જ્યાં બાળકો જ મતદાર, બાળકો જ બૂથલેવલ ઓફિસર

Text To Speech
  • લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી શિયાનગર પ્રાથમિક શાળા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત અનોખા પ્રકારની ચૂંટણીનું આયોજન
  • વિદ્યાર્થીઓને મતદાર જાગૃતિ ઝુંબેશથી માંડીને મતદાન મથકનું સંચાલન કરવા સુધીની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી
  • વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને આસપાસના લોકોને મતદાન કરવા પ્રેરી શકે તે માટે શાળા દ્વારા આયોજન
  • લોકશાહીની પ્રક્રિયામાં નાગરિકોની જવાબદારીનું જીવંત વાતાવરણ ઊભું કરાયું

બોટાદ, 22 ડિસેમ્બરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારની પ્રેરણાથી ગઢડા તાલુકાની શ્રી શિયાનગર પ્રાથમિક શાળા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત અનોખા પ્રકારની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી.

બોટાદ બાળ ચૂંટણી - HDNews

વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને આસપાસના લોકોને મતદાન કરવા પ્રેરી શકે તે માટે શાળા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા આયોજિત આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને લોકશાહીની પ્રક્રિયામાં નાગરિકોની જવાબદારીનું જીવંત વાતાવરણ ઊભું કર્યું હતું.

શાળા દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મતકુટિર ઊભી કરવામાં આવી અને વિદ્યાર્થીઓના નામની મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ લાઈનબદ્ધ થઈને પોતાના વારા પ્રમાણે મતદાન કર્યું હતું. સાથેસાથે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે સંદેશા આપતાં ચિત્રો દોર્યાં હતા અને ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

આ અનોખી પહેલમાં વિદ્યાર્થીઓને મતદાર જાગૃતિ ઝુંબેશથી માંડીને મતદાન મથકનું સંચાલન કરવા સુધીની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

બોટાદ બાળ ચૂંટણી - HDNews

વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે ગ્રામજનોના માનસ પર મતદાન કરવા વિશે કાયમી અસર છોડી હતી. આ પ્રકારની પ્રવત્તિઓ દેશની ભવિષ્યની યુવા પેઢીને બાળપણથી જ લોકશાહીની પ્રક્રિયામાં સામેલ કરવાના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડે છે.
બ્યુરો રિપોર્ટ. ઉમેશ ગોરાહવા, બોટાદ

આ પણ વાંચોઃ ત્રણ નવા ફોજદારી કાયદાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં શું ફેર પડશે, જાણો

Back to top button