ટ્રેન્ડિંગસ્પોર્ટસ

કપિલનો વેધક પ્રશ્ન, જો અશ્વિનને બહાર રાખી શકો તો વિરાટને કેમ નહિ?

Text To Speech

એક સમયે પોતાના બેટિંગથી સૌને દિવાના બનાવતા વિરાટ કોહલી સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ત્યારે હવે ભારતના પૂર્વ કેપ્‍ટન કપિલ દેવે એક નિવેદનમાં કહ્યુ છે કે જો અશ્વિન જેવા બોલરને ટેસ્‍ટ પ્‍લેઈંગ ઇલેવનમાંથી બહાર કરી શકાય છે તો ટી-20 ટીમમાંથી લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને કેમ નહીં.

ખાસ વાત એ છેકે કોહલી લાંબા સમયથી મોટી ઇનિંગ્‍સ રમી શકયો નથી. તેના બેટ વડે છેલ્‍લી સદી 22 નવેમ્‍બર 2019 ના રોજ બાંગ્‍લાદેશ સામેની કોલકાતા ટેસ્‍ટ મેચમાં આવી હતી. ભૂતપૂર્વ દિગ્‍ગજ ભારતીય ક્રિકેટરનું માનવું છે કે ભારતીય ટીમ મેનેજમેન્‍ટ શાનદાર લયમાં ચાલી રહેલા ખેલાડીઓને પૂરતી તકો નહીં આપે તો તે તેમની સાથે અન્‍યાય થશે. જો તમે ટેસ્‍ટના બીજા સર્વશ્રેષ્‍ઠ બોલર અશ્વિનને ડ્રોપ કરી શકો છો તો વિશ્વનો નંબર વન ખેલાડી પણ બહાર બેસી શકે છે.

આ ઉપરાંત કપિલે કહ્યું કે, હું ઇચ્‍છુ છું કે કોહલી રન બનાવે, પરંતુ આ સમયે તે તે રંગમાં દેખાતો નથી જે આપણે જાણીએ છીએ. તેણે તેના પ્રદર્શનના આધારે પોતાનું નામ બનાવ્‍યું છે અને જો તે પ્રદર્શન નહીં કરે તો તમે નવા ખેલાડીઓને બહાર નહીં રાખી શકો.

Back to top button