- પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર
- સમગ્ર રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી નિઃશુલ્ક મેળવી શકશે
- ધોરણ-10ના મુખ્ય પાંચ વિષયોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી
ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર, નિઃશુલ્ક ડિજિટલ પ્રશ્નબેંક મળશે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓઓ માટે DEOએ ડિજિટલ પ્રશ્નબેંક તૈયાર કરી છે. મહત્ત્વના 15 વિષયની પ્રશ્નબેંક, એકમાં 500થી 1,000 પ્રશ્નોનો સમાવેશ થશે. રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી કોડ સ્કેન કરી સરળતાથી નિઃશુલ્ક મેળવી શકશે.
આ પણ વાંચો: ગુજરાતની આ નામાંકિત યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ
પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર
પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધો.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં તેમજ અભ્યાસ ક્રમમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. આથી નવા માળખા મુજબ તેમજ સમગ્ર અભ્યાસક્રમમાંથી મહત્ત્વના ગણાતા અંદાજે 500થી 1 હજાર પ્રશ્નો ધરાવતી ડિજિટલ પ્રશ્નબેંક અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક નિર્ણયથી સરકારને થયો રૂ.125 કરોડનો ફાયદો
સમગ્ર રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી નિઃશુલ્ક મેળવી શકશે
ધો.10 અને 12ના મળી 15 વિષયની આ 15 પ્રશ્નબેંક ડિજિટલ સ્વરૂપની હોવાથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી નિઃશુલ્ક મેળવી શકશે. DEO કચેરી દ્વારા અમદાવાદના વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી તૈયાર કરાયેલી આ પ્રશ્નબેંકના કારણે ખાનગી પ્રકાશનો દ્વારા ચલાવાતી લૂંટનો પણ અંત આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ફરી ધરપકડ થતા ભૂમાફિયાઓમાં ફફડાટ
ધોરણ-10ના મુખ્ય પાંચ વિષયોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી તથા સમગ્ર DEO કચેરીની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને પ્રશ્નબેંક તેમજ પ્રશ્નપત્રના પરિરૂપ તૈયાર કરાયાં છે, જેનું લોન્ચિંગ કરાયું હતું. ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરાઈ છે. વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને પ્રશ્ન બેંકના વિષયોમાંથી પોતાના વિષયોના પ્રશ્નો મેળવી તેના આધારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે. ધોરણ-10ના મુખ્ય પાંચ વિષયોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 4 વિષયો અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 6 વિષયોની પ્રશ્નબેંક બનાવવામાં આવી છે. આ પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.