ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ગણતંત્ર દિવસ પર ફ્રાન્સના પ્રમુખ મેક્રો બનશે ભારતના મુખ્ય મહેમાન

Text To Speech
  • 26મી જાન્યુઆરી પર મુખ્ય મહેમાન બનવા ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને આમંત્રણ   

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો 26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન બની શકે છે. અહેવાલો અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના પ્રમુખને મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ મોકલ્યું છે. અગાઉ એવા અહેવાલો હતા કે, અમેરિકી પ્રમુખ જો બાઇડન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અતિથિ તરીકે હાજરી આપવાના હતા, પરંતુ તેઓ કોઈ કારણોસર હવે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી શકશે નહીં.

પ્રજાસતાક દિવસ પર ફ્રાન્સના પ્રમુખ આવશે તો બનશે રેકોર્ડ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફ્રાન્સની રાજધાની પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો. પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગેસ્ટ ઓફ ઓનર બનાવવામાં આવ્યા હતા. જો ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન 26 જાન્યુઆરીએ ભારત આવશે તો તેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા છઠ્ઠા નેતા હશે. 1976થી, ભારતે કુલ પાંચ વખત ફ્રાન્સના પ્રમુખને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ આપ્યું છે.

અત્યાર સુધી આ ફ્રેન્ચ રાષ્ટ્રના વડાઓ થયા છે સામેલ

1976માં, ફ્રાન્સના વડા પ્રધાન જેક્સ શિરાક પ્રજાસત્તાક દિવસે હાજરી આપનાર પ્રથમ નેતા હતા. આ પછી, 1980માં ફ્રાન્સના પ્રમુખ વેલેરી ગિસકાર્ડ ડી’એસ્ટિંગ, 1998માં પ્રમુખ જેક્સ શિરાક, 2008માં પ્રમુખ નિકોલસ સરકોઝી અને 2016માં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદે ભારતના પ્રજાસત્તાક દિવસે ભાગ લીધો હતો. ભારતે અત્યાર સુધીમાં તેના ગણતંત્ર દિવસ પર સૌથી વધુ ફ્રાન્સના નેતાઓને આમંત્રિત કર્યા છે.

આ પણ જુઓ :US પ્રમુખ જો બાઈડને રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પની અયોગ્યતા પર શું કહ્યું, જાણો ?

(આજે રાષ્ટ્રીય ગણિત દિવસ. જાણો તેના મહત્ત્વ વિશે, ક્લિક કરો નીચે વીડિયો પર)

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

Back to top button