ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કતરમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયો પરત ફરશે દેશ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

  • કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને ફટકારી છે મૃત્યુદંડની સજા
  • ભારત તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, 22 નવેમ્બર : કતરની કોર્ટે એક વર્ષથી વધુ સમયથી અટકાયતમાં રહેલા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. ભારત ઘણા દિવસોથી રાજદ્વારી સ્તરે કતરના અધિકારીઓના સંપર્કમાં છે. આ દરમિયાન વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે, કતરની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ત્રણ વખત સુનાવણી કરી છે. ભૂતપૂર્વ કર્મચારીઓ વતી કતર કોર્ટમાં તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. ભારત તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. વાસ્તવમાં, 8 ભૂતપૂર્વ કર્મચારીઓ જાસૂસીના કેસમાં જેલમાં બંધ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કતરના શાસકે ત્યાં 18 ડિસેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય દિવસના અવસર પર ભારતીય નાગરિકો સહિત અન્ય ઘણા કેદીઓને માફી આપી છે. જોકે, ભારતીય પક્ષ હજુ સુધી એ સ્પષ્ટ કરી શક્યું નથી કે જે ભારતીયોની સજા માફ કરવામાં આવી છે તેમની ઓળખ શું છે. આ કારણોસર, તે સ્પષ્ટ નથી કે જેમને માફ કરવામાં આવ્યા છે તેમાં 8 ભૂતપૂર્વ ભારતીય નેવી કર્મચારીઓનો સમાવેશ થાય છે કે નહીં? આ ભૂતપૂર્વ નેવી કર્મચારીઓ કતરમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?

અહેવાલો અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ‘આ મામલો હવે કતારની અપીલ કોર્ટમાં છે. આ કેસની સુનાવણી 23 નવેમ્બર, 30 નવેમ્બર અને 7 ડિસેમ્બરે કુલ ત્રણ વખત થઈ હતી. આ દરમિયાન, રાજધાની દોહામાં હાજર ભારતીય રાજદૂતને 3 ડિસેમ્બરે તે બધાને મળવા માટે કોન્સ્યુલર એક્સેસ મળ્યો. આ સિવાય અમારી પાસે અન્ય કોઈ વિગતો નથી જેને શેર કરી શકાય. વધુમાં કહ્યું કે, ભારતીય પક્ષને હજુ સુધી એ ખબર નથી કે નૌકાદળના તે 8 ભૂતપૂર્વ જવાનો પણ એ ભારતીયોમાં સામેલ છે કે જેમની કતરમાં સજા માફ કરવામાં આવી છે. પરંતુ એ જાણી શકાયું છે કે તેમાંના કેટલાક ભારતીયો છે.

ભારતીય કેદીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ

અહેવાલો અનુસાર, ભારતીય નૌકાદળમાં વિવિધ પદો પર કામ કરી ચૂકેલા આ પૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધરપકડ કરાયેલા અધિકારીઓએ ઈટાલી પાસેથી અદ્યતન સબમરીન ખરીદવાના કતારના ગુપ્ત કાર્યક્રમની વિગતો આપી હતી. આ જ કેસમાં એક ખાનગી ડિફેન્સ કંપનીના સીઈઓ અને કતરના ઈન્ટરનેશનલ મિલિટરી ઓપરેશન્સના વડાની પણ ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ અધિકારીઓના નામ સામેલ 

ભારતીય નૌકાદળના તમામ આઠ અધિકારીઓ પણ આ કંપનીમાં કામ કરતા હતા. કતરમાં જે પૂર્વ નેવી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ છે કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.

આ પણ જુઓ :પૂંછમાં થયેલા આતંકી હુમલોમાં પાંચ જવાન શહીદ, જાણો કોણે લીધી જવાબદારી ?

Back to top button