- કમોસમી વરસાદ પડવાની વધારે સંભાવના નથી
- 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું
- અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર જોવા મળી છે. તેમાં લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટયું છે. તેમજ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી તાપમાન
રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે રાજકોટ 14.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી પર પહોચ્યું છે. તેમજ સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આ સાથે જ કંડલા 14.4 ડિગ્રી,ભુજ 14.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. વડોદરા 16.2 ડિગ્રી અને ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી સુધી નોંધાયું છે
સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી રહ્યું
સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી રહ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ સાથે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં રાજ્યના 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જે સાથે જ ઠંડીની અસર જોવા મળી રહી છે. આ વચ્ચે ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે કે માવઠાનું જોર વધશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ વાદળછાયું વાતવરણ ઠંડીનો પારો ઘટાડી શકે છે.
કમોસમી વરસાદ પડવાની વધારે સંભાવના નથી
કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાનમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો નોંધાય શકે છે. તેમજ હવામાન વિભાગે વરસાદ અંગે જણાવતા કહ્યુ કે, કમોસમી વરસાદ પડવાની વધારે સંભાવના નથી.