ટ્રેન્ડિંગધર્મ

વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય

  • મોક્ષદા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. જો આ દિવસે તમે વિષ્ણુપ્રિયા મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરશો તો નવા વર્ષમાં તમને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થશે.

મોક્ષદા એકાદશી એ વર્ષની છેલ્લી એકાદશી છે. આ વખતે 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બર એમ બે દિવસ મોક્ષદા એકાદશીનું વ્રત ઉજવાશે. તમે કોઈ પણ દિવસે આ વ્રત કરી શકશો. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનારી વ્યક્તિને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. વર્ષની અંતિમ એકાદશી પર ધન વૃદ્ધિના ખાસ ઉપાયો કરવાથી નવા વર્ષમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થશે. મોક્ષદા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો આ દિવસે તમે વિષ્ણુપ્રિયા મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરશો તો નવા વર્ષમાં તમને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થશે.

વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય hum dekhenge news

આ મૂર્તિ ઘરે લાવો

મોક્ષદા એકાદશીના દિવસે ઘરમાં સફેદ હાથીની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે અને પૈસાનો પ્રવાહ વધે છે. જો તમે ઈચ્છો તો આ મૂર્તિને ઘરના પૂજા સ્થાનમાં રાખી શકો છો અથવા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનો હાથ હંમેશા તમારા પર રહે છે અને તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય hum dekhenge news

તુલસી ક્યારે ઘીનો દીવો

મોક્ષદા એકાદશીના દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો અને 21 વાર પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને તમારી કરિયરમાં સફળતા અપાવે છે. તુલસી ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી જેટલી જ પ્રિય છે. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે અને તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય hum dekhenge news

જરૂરિયાતમંદોને દાન કરો

મોક્ષદા એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ દિવસે દાન કરવાથી સો યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. જો તમે શિયાળાની ઋતુમાં આવતી આ એકાદશી પર ઊનના વસ્ત્રોનું દાન કરો છો તો તમારું પુણ્ય અનેકગણું વધી જાય છે અને તમારા ઘરમાં ભંડાર હંમેશા ભરેલા રહે છે.

વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય hum dekhenge news

આવકના સ્ત્રોતો વધારવા કરો આ કામ

નવા વર્ષમાં તમારી આવકના સ્ત્રોત વધારવા માટે, મોક્ષદા એકાદશી પર તુલસીની માળા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. આ ઉપાયથી તમને નવા વર્ષમાં આવકના નવા સ્ત્રોત મળે છે અને તમને પૈસા સંબંધિત યોજનાઓમાં લાભ મળે છે.

આ પણ વાંચોઃ Redmi Note 13 Proની કિંમત ભારતમાં આટલી હશે? 4 જાન્યુઆરીએ થશે લોન્ચ

Back to top button