તમને રોજ નાસ્તામાં પૌંઆ ખાવાની ટેવ તો નથી ને?
- પૌંઆ ગ્લુટેન ફ્રી હોય છે અને વજનને મેનેજ કરી રાખે છે. તે પાચન માટે ફાયદાકારક છે અને લોહીની માત્રાને વધારવા માટે સારુ માનવામાં આવે છે. જોકે તેનું સેવન વધારે માત્રામાં કરશો તો તે નુકશાન કરી શકે છે.
જો તમે આખો દિવસ કામ કરતા હો અને ભરપુર એનર્જી જોઈતી હોય તો તમારે સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો જોઈએ. કેટલાક લોકો બ્રેકફાસ્ટને જ લંચ સમજવાની ભૂલ કરતા હોય છે. હેલ્ધી નાસ્તામાં લોકો પૌંઆની ગણતરી કરતા હોય છે. પૌંઆ સ્વાદમાં ટેસ્ટી હોય છે. સવારના નાસ્તામાં તે ખાવા હેલ્થ માટે સારા છે. તે ગ્લુટેન ફ્રી હોય છે અને વજનને મેનેજ કરી રાખે છે. તે પાચન માટે ફાયદાકારક છે અને લોહીની માત્રાને વધારવા માટે સારુ માનવામાં આવે છે. જોકે પૌંઆમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. જો તમે તેનું સેવન વધારે માત્રામાં કરશો તો તે નુકશાન કરી શકે છે.
વજન વધવાની સમસ્યા
પૌંઆ આમ તો વજન બેલેન્સ કરવામાં ફાયદાકારક છે, પરંતુ સવારના નાસ્તામાં જરૂર કરતાં વધુ ખાવામાં આવે તો તેમાં રહેલું કાર્બોહાઈડ્રેટ વજન વધારી દે છે. કેટલાક લોકો પૌંઆમાં બટાકા અને મગફળી નાંખે છે, આવા પૌંઆનું વધુ સેવન કરવાથી મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે.
ડાઈજેશન સાથે જોડાયેલી સમસ્યા
પૌંઆમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેનું સેવન વધુ માત્રામાં કરવાથી ડાઈજેશન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેના કારણે પેટમાં કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યા થાય છે.
બ્લડ઼ સુગર લેવલ વધવું
જો તમે રોજ સવારે નાસ્તામાં પૌંઆ ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જશે. પૌંઆ બનાવવામાં ચોખાનો ઉપયોગ થાય છે. આવા સંજોગોમાં એ જરુરી છે કે બ્લડ સુગર લેવલને બેલેન્સ કરીને રાખવું. સુગરના દર્દીઓએ રોજ તે ન ખાવા જોઈએ.
ડાયેરિયાની તકલીફ
પૌંઆમાં આયરનની સારી એવી માત્રા હોય છે. જ્યારે શરીરમાં આયરનની માત્રા વધી જાય છે, ત્યારે ઉલ્ટી, ઝાડા અને ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે.
આ પણ વાંચોઃ હેલ્ધી ગણાતી પાલકની પણ છે સાઈડ ઈફેક્ટ્સઃ ભૂલથી પણ આ રીતે ન ખાતા