સંસદકાંડના આરોપીઓના સમર્થનમાં મહિલા વકીલે પોસ્ટર લગાવ્યા
દરભંગા (બિહાર), 21 ડિસેમ્બર: સંસદના સુરક્ષામાં ભંગ કરનારા તમામ આરોપીઓને હવે ક્રાંતિકારી તરીકે બતાવવામાં આવી રહ્યા છે. દરભંગામાં મુખ્ય આરોપી લલિત ઝાની ઘરની બહાર એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં સંસદ પર સ્મોક વડે એટેક કરનારા છ આરોપીઓની તસવીર મોટા બેનરમાં લગાડવામાં આવી છે. જેમાં બધાને ક્રાંતિકારી દર્શાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના મહિલા વકીલ કલ્પના ઈમાનદારે આ પોસ્ટર લગાવ્યું છે. કલ્પનાએ કહ્યું કે, તેણે લલિઝ ઝાના પરિવાર તરફથી એફિડેવિટ લખાવી છે કે હવે તે પોતે લલિત ઝાનો કેસ લડશે.
તમામ આરોપીઓને કાંતિકારી દર્શાવ્યા
દિલ્હી સંસદકાંડની કડી દરભંગા સાથે જોડાતા તપાસ એજન્સી ATS અને દિલ્હી પોલીસ દરભંગામાં આવેલા લલિત ઝાના પૈતૃક ઘર પર પહોંચી અને તપાસ હાથ ધરી. લલિત ઝા દરભંગાના બહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામનો રહેવાસી છે. તપાસ એજન્સી લલિતના પરિવારજનોની પૂછપરછ કરી પરત ફરી. ત્યાર બાદ ઓ મોટું બેનર લગાડવામાં આવ્યું હતું. ગામમાં લલિત ઝાના ઘરે પાસે લગાડવામાં આવતા પોસ્ટરમાં લલિત ઝા, નીલમ, મનોરંજન, સાગર, અમોલ અને મહેશના ફોટો છે. જેમાં લખ્યું છે કે આ તમામ ક્રાંતિકારી યોદ્ધા છે. એમ પણ લખવામાં આવ્યું છે કે, દેશમાં વધી રહેલી બેરોજગારીના કારણે યુવકોએ આવા પગલાં લેવા મજબૂર બન્યા. સંસદમાં બનેલી ઘટનાને ખોટી રીતે દર્શાવાવમાં આવી રહી છે, પરંતુ તેમના ઈરાદા ખોટા નથી.
મહિલા વકીલે પોસ્ટર લગાવ્યું
પોસ્ટર લગાવનાર મહિલાનું નામ કલ્પના ઇનામદાર છે. કલ્પના પોતાને રાષ્ટ્રીય લોક આંદોલનની કાર્યકારી અધ્યક્ષ ગણાવે છે. તે લલિતની મદદ કરવા મુંબઈથી દરભંગા આવી અને તેના પરિવારના સભ્યોને મળીને મદદની ઑફર કરી. બેનર પોસ્ટર લગાવનાર મહિલા કલ્પના ઇનામદારે પણ પોતાના વીડિયો સંદેશમાં સંસદ કાંડના તમામ આરોપીઓને ક્રાંતિકારી યોદ્ધાઓ ગણાવ્યા છે.
13 ડિસેમ્બરે આરોપીઓએ સંંસદ પર હુમલો કર્યો હતો
13 ડિસેમ્બરે લોકસભામાં સુરક્ષા ભંગની ઘટના બની હતી. હકીકતમાં બે યુવકો અચાનક વિઝિટર ગેલેરીમાંથી કૂદીને સાંસદોની વચ્ચે પહોંચી ગયા હતા. તે દિવસે 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી હતી. સાગર શર્મા અને મનોરંજન ડીએ સંસદની સુરક્ષાનો ભંગ કર્યો હતો. તે બંને શૂન્યકાળ દરમિયાન લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. આ પછી પીળો ધુમાડો ફેલાવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તે જ સમયે, એક મહિલા અને અન્ય બે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને સંસદ સંકુલની બહાર કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો હતો. આ બંને સાંસદોના નામે વિઝિટર પાસ લઈને લોકસભા પહોંચ્યા હતા. જો કે, ત્યારબાદ આરોપીની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: સંસદની સુરક્ષા ભંગના કેસમાં કર્ણાટકના પૂર્વ પોલીસ અધિકારીના પુત્રની અટકાયત