ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષ

સાડી દિવસઃ સાડીના પ્રકાર અને તે પહેરવાની પદ્ધતિ વિશે તમે કેટલું જાણો છો?

અમદાવાદ, 21 ડિસેમ્બર : વિશ્વ સાડી દિવસ દર વર્ષે 21મી ડિસેમ્બરે સાડીઓની અનોખી કળા અને વણાટ સમુદાયના સન્માન માટે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 2020 માં ફેશન ઉત્સાહીઓ સિંધુરા કવિતા અને નિસ્તુલા હેબ્બર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સાડીના સાંસ્કૃતિક મહત્વની ઉજવણી કરવાનો છે.

સાડી-HDNews
સાડી-ફોટો સૌજન્ય- https://www.saree.com/blog/

સાડી એ પરંપરાગત ભારતીય પોશાક છે જે યુગોથી જનરેશન ટુ જનરેશન પસાર કરવામાં આવે છે. સિલાઇ વગરનું કાપડ પહેરવાની પરંપરાએ સિંધુ ખીણના સમયગાળાના 5,000 વર્ષ પહેલાંની છે. સાડી એ શાશ્વત લાવણ્યનું પ્રતીક છે અને તેને ભારતીય સંસ્કૃતિમાં વડીલો અને પારિવારિક મૂલ્યોના આદરની નિશાની માનવામાં આવે છે.ઘણા વર્ષો પહેલાથી સાડીઓએ ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ આરામ અને આત્મવિશ્વાસની સાથે લાવણ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સાડી - HDNews
સાડી – ફોટો સૌજન્ય – https://www.meesho.com/

સાડીએ કાપડનો એક સિલાઇ વગરનો લાંબો ટુકડો છે જે સામાન્ય રીતે પાંચથી છ મીટર તો ક્યારેક નવ મીટર જેટલો લાંબો હોય છે. સાડીનો એક છેડો કમરની આસપાસ બાંધીને શરીરની ફરતે વીંટાળવામાં આવે છે અને બીજો છેડો જે “પલ્લુ” તરીકે ઓળખાય છે તેને ખભા પર અલગ- અલગ શૈલીમાં સરસ રીતે લપેટવામાં આવે છે. સાડીને વિવિધ પ્રકારની શૈલીમાં ડ્રેપ કરી શકાય છે, જેમાં દરેક શૈલીની પોતાની વિશિષ્ટતા હોય છે. મૂળભૂત તફાવત પલ્લુને જે રીતે વીંટાળવામાં આવે છે તેમાં રહેલો છે.

સાડી - HDNews
સાડી – photo-https://sarangcollection.com/

શા માટે આપણે સાડી દિવસ ઉજવીએ છીએ?

આ ઉત્સવ મુખ્યત્વે એવા વણકરોનું સન્માન કરે છે જેમણે તેમના અનુભવથી ઘણી પેઢીઓથી તેમની કુશળતા સુધારવા માટે પ્રયત્નો કર્યા છે. સાડી પહેરનાર અને તેને બનાવનાર વણકર આના દ્વારા એક કડી બનાવે છે. આ સાડીઓના સર્જનમાં આવતી સર્જનાત્મકતા, આનંદ અને મુશ્કેલી દ્વારા પહેરનારાઓને માર્ગદર્શન આપી તેમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે.

વિવિધ મૂળના કાપડ અને ટેક્સચરની વિશાળ વિવિધતા સાથે, ઘણી વણાટ બનાવવામાં આવે છે. દરેક રાજ્યની તેની અલગ-અલગ સાડીઓ માટેની વરાઈટીઓ જેવી કે…

1. ગુજરાતની બાંધણી, પટોળા અને મશરૂ સાડી

2. બનારસથની ઓર્ગેન્ઝા સાડી

3. મધ્યપ્રદેશની ચંદેરી સાડી

4. ઓડિશાની સંબલપુરી અને બોમકાઈ સાડી

5. ઉત્તર પ્રદેશની બનારસી અને ચિકંકારી સાડી

6. તેલંગાણાની પોચમપલ્લી અને ગડવાલ સાડી

7. આંધ્રપ્રદેશની કલમકારી અને ઉપોડા સાડી

8. કર્ણાટકની મૈસુર સિલ્ક અને ઇલકલ સાડી

9. જ્યોર્જેટ સાડી

10. શિફોન સાડી

11. તમિલનાડુની કાંજીવરમ સાડી

12. રાજસ્થાનની ગોટા પટ્ટી અને લહેરિયા સાડી

13.આસામની સિલ્ક અને મુગા સિલ્ક સાડી

14. ઇક્કત સાડી

15.જમ્મુ અને કાશ્મીરની કાશ્મીરી સાડી

16. મહારાષ્ટ્રની પૈઠાણી અને નૌવરી સાડી

17. પંજાબની ફુલકારી સાડી

18. કાંચીપુરમ મંદિરની બોર્ડર સાડી

ભારત સેંકડો અનન્ય અને વિવિધ પ્રકારની સાડીઓનું ઘર છે. પરંતુ, ઉપર જણાવેલ ભારતીય સાડીઓ આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય અને પ્રખ્યાત સાડીઓ છે. સમય જતાં, સાડીઓમાં સામાજિક પરિવર્તનની સાથે સાથે મહિલાઓની જરૂરિયાતોને અનુરૂપ બદલાવ આવ્યા છે. જેવા કે, સ્ટેટમેન્ટ બ્લાઉઝ, બેલ્ટ અને વણાટનું વિચિત્ર મિશ્રણ વગેરે.

આ પણ વાંચો : ગીતા એકમાત્ર ગ્રંથ જેની જન્મજયંતી ઉજવાય છે, જાણો તેનું મહત્ત્વ 

Back to top button