ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

ફિંગરપ્રિન્ટ્સનું ક્લોનિંગ કરીને ખાલી થઈ રહ્યા છે બેંક એકાઉન્ટ

બિહાર, 21 ડિસેમ્બર : સાયબર ઠગ લોકોને લૂંટવા માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. આવી એક પદ્ધતિ ક્લોન કરેલ ફિંગરપ્રિન્ટ છે. આમાં, છેતરપિંડી કરનારા લોકોના ફિંગરપ્રિન્ટ્સ ક્લોન કરે છે અને, તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને, તેમના બેંક ખાતા ખાલી કરે છે. આ સંદર્ભમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે જેમની પાસેથી ઘણી ક્લોન કરેલી ફિંગરપ્રિન્ટ્સ મળી આવી છે.

સાયબર છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે અલગ-અલગ અને અનોખી રીતો ઘડી રહ્યા છે. આજે અમે તમને એક ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં સ્કેમર્સ નકલી ફિંગરપ્રિન્ટ બનાવીને નિર્દોષ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે.

ક્લોન ફિંગરપ્રિન્ટ કૌભાંડ

આ વર્ષે બિહાર પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી. તેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી 512 ક્લોન કરેલા ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. આ નકલી થમ્પ ઇમ્પ્રેશન પ્લાસ્ટિકના અંગૂઠા પર બનાવવામાં આવ્યા હતા. સ્કેમર્સ ઓછા ભણેલા લોકોને ટાર્ગેટ કરવા આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) નો ઉપયોગ કરે છે.

AePS સિસ્ટમ શું છે?

આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) વર્ષ 2014 માં શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો ઉદ્દેશ્ય એવા ભારતીય લોકોને લાભ પહોંચાડવાનો હતો કે જેમની ગામમાં કે તેની આસપાસ કોઈ બેંકની શાખા ન હોય. તે લોકો આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) સેવાનો લાભ લઈ શકે છે. જેમાં તે નજીકના સાયબર કાફે અથવા જાહેર સુવિધા કેન્દ્ર પર જઈને પૈસા ઉપાડી શકે છે

AePS સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો?

AePS સિસ્ટમમાંથી પૈસા ઉપાડવા માટે, વ્યક્તિએ ફક્ત આધાર કાર્ડ નંબર અને બાયોમેટ્રિક ઓથોરાઝેશનનો ઉપયોગ કરવો પડશે, જેમાં થમ્પ અને આઇરિસ સ્કેનનો સમાવેશ થાય છે. આ પછી તે પોતાના બેંક ખાતામાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશે. સાયબર ઠગ પણ આ સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

ફિંગરપ્રિન્ટની નકલ કેવી રીતે કરવી?

સાયબર ઠગ ફિંગરપ્રિન્ટને ક્લોન કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે લોકોએ જણાવ્યું કે તેઓ ફિંગરપ્રિન્ટ્સનું ક્લોન કરવા માટે ગામલોકોની પાસે જઈને તેઓ તેને તાત્કાલિક લોન અથવા રેશન કાર્ડનું બહાનું આપીને તેઓ ચોરી છીપે તેના ફિંગરપ્રિન્ટ્સનું ક્લોન કરી લેતા.

આ પણ વાંચો : નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડ કરાશે એનાયત

Back to top button