ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદની સુરક્ષા ભંગના કેસમાં કર્ણાટકના પૂર્વ પોલીસ અધિકારીના પુત્રની અટકાયત

Text To Speech

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: કર્ણાટકના પૂર્વ પોલીસ અધિકારીના પુત્રની સંસદ સુરક્ષા ભંગના કેસમાં અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવામાં આવેલો શખ્સ બેંગલુરુમાં ટેક્નિકલ એક્સપર્ટ છે. તે બગલકોટ એન્જિનિયર સંસદમાં પ્રવેશેલા મનોરંજન ડીનો મિત્ર હોવાનું કહેવાય છે. બુધવારે રાત્રે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે બનેલી લોકસભામાં સુરક્ષા ભંગની ઘટનામાં પૂછપરછ માટે તેને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયત કરાયેલો સાઈકૃષ્ણ જગલી મનોરંજન ડીનો મિત્ર છે.  મનોરંજન આ કેસના ચાર આરોપીઓમાંથી એક છે. જેઓ હવે આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આરોપોનો સામનો કરી રહ્યા છે. સાઈકૃષ્ણ અને મનોરંજન બેંગલુરુ એન્જિનિયરિંગ કોલેજમાં બેચમેટ હતા. પૂછપરછ દરમિયાન મનોરંજને કથિત રીતે સાઈકૃષ્ણનું નામ લીધું હતું. જો કે, તેની બહેન સ્પંદાએ મીડિયાને જણાવ્યું કે તેના ભાઈએ કોઈ ભૂલ કરી નથી.

સાઈકૃષ્ણે કંઈ ખોટું કર્યું નથી-બહેન

મળતી માહિતી મુજબ, એન્જિનિયર સાઈકૃષ ઘરે બેઠા સંસદમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેની બહેન સ્પંદાએ મીડિયાને જણાવ્યું કે તેના ભાઈએ કોઈ ભૂલ કરી નથી. તેણે કહ્યું કે તે સાચો છે કે દિલ્હી પોલીસે તેના ભાઈની પૂછપરછ કરી, તેણે આમાં પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો. સાઈકૃષ્ણે કંઈ ખોટું કર્યું નથી. તે અને મનોરંજન રૂમમેટ હતા.

આ પણ વાંચો: કયા દેશની સંસદ સૌથી સુરક્ષિત છે? જ્યાં એક પક્ષી પણ ફરકતું નથી

Back to top button