સુરતમાં પ્રથમ જ વખત આયોજીત થઈ ભાજપ કારોબારની બેઠક, 150 બેઠક મેળવવાની યોજનાઓ બનાવવામાં આવી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં રાજકીય પક્ષ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપ દ્વારા સુરત ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી અને ધારાસભ્યો સહિત 1 હજારથી વધુ આગેવાન હાજર છે. સુરત ખાતેવની ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી 1000થી વધુ સભ્યોનું હાજર છે. પહેલી જ વખત સુરતમાં આ પ્રકારની ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વક્તવ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનું સંબોધન આપ્યું હતું. જેમાં ભાજપ દ્વારા વિધાનસભામાં 150 બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. કારોબારી બેઠકમાં સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાત ને ફાયદો વધુ થયો છે. સીઆર પાટીલે પેજ સમિતિ, વન ડે વન ડિસ્ટ્રીક્ટ, સદસ્યતા અભિયાન, સંગઠનાત્મક-સક્રિયતા, સહકાર ક્ષેત્રેમાં ઝળહળતી સફળતા, મોરચા દ્વારા કાર્યક્રમો, સુપોષણ અભિયાન અંગે માહિતી આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની પણ માહિતી આપી હતી.
આ ઉપરાંત પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની મોટી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો પી.એમ. સાથે કનેક્ટ થયા છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને ફાયદો વધુ થયો છે. ખેડૂતો પાકના સારા ભાવ મળી રહ્યા છે. હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ પછી પ્રધાનમંત્રી મોદી દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે.
કારોબારી બેઠક અંગે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, બેઠકની શરૂઆતમાં જાપાનના પીએમની હત્યાને લઈ શોકથી શરૂઆત કરવામાં આવી હતી. સી આર પાટીલ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. 68 લાખ પેજ સમિતિના સભ્યો થયા છે. બીજેપી સદસ્ય અભિયાનની માહિતી અને માર્ગદર્શન દરેક કાર્યકર ઘરે ઘરે પહોંચાડી રહ્યો છે, તેના માટે તેણે માહિતી આપી છે. 8 લાખ સભ્યો સદસ્ય અભિયાન બન્યા છે. આગામી સમયમાં ભાજપ જન જન સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપશે.
ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી તેનું માર્ગદર્શન આપ્યું હતું. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારી કામગીરી માટે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા અને માર્ગદર્શન આપ્યું હતું. આદિવાસી સમાજ માટે બીજેપી અનેક કામો અને નિણર્ય કર્યા છે. 70 વર્ષ સુધી અન્ય પક્ષોએ માત્રને માત્ર વોટ માટે જ ઉપયોગ કર્યો છે. ચૂંટણી નજીક છે આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જીત થશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. અહીં સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા વ્યુરચના તૈયાર કરવા માટે બેઠકમાં અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. પેજ પ્રમુખ અને સરકારી યોજનાઓને લઈને તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.