દુનિયાના સૌથી નાના પિતા કોણ છે? જાણીને લાગશે નવાઈ…
- 12 નવેમ્બર 2015ના રોજ મેક્સિકોથી 10 વર્ષની ઉંમરે બાળકનો પિતા બનવાના સમાચાર આવ્યા
- મોટાભાગના ડોકટરો માને છે કે છોકરાઓમાં આ ઉંમર 14 વર્ષની આસપાસ થાય છે
અમદાવાદ, 20 ડિસેમ્બર : ઓછામાં ઓછી કઈ ઉંમરે કોઈ પિતા બની શકે? માનવ શરીર પિતા બનવા માટે ક્યારે સક્ષમ બને છે તે કુતૂહલનો વિષય છે. કઈ ઉંમરે આ શક્ય છે? પરંતુ, ન્યુઝીલેન્ડમાં 11 વર્ષની ઉંમરે બાળકનો પિતા બનવું એ સાબિત થયું છે. તેઓ વિશ્વના સૌથી નાના પિતા હોવાનું કહેવાય છે. વિજ્ઞાનના તથ્યો અને સંશોધનો પણ આ વાત સાબિત કરે છે. જાણો વિશ્વના સૌથી નાના પિતા વિશે.
ન્યૂઝીલેન્ડનો આ મામલો વર્ષ 2013માં ચર્ચામાં આવ્યો હતો. જો કે, એવા ઘણા દેશો છે જ્યાં આવા કિસ્સાઓ ઘણી વખત બન્યા છે. તેમાં ન્યુઝીલેન્ડ પણ છે. જોકે દુનિયામાં આવી ઘટનાઓ બનતી જ રહે છે. જ્યારે પણ આવું થાય છે, ત્યારે તરત જ એવી ચર્ચા ઊભી થાય છે કે યુવાન પિતા બનવાની લઘુત્તમ ઉંમર કેટલી હોય શકે છે?
મેક્સિકોમાં 10 વર્ષના બાળકના પિતા બન્યાના સમાચાર
12 નવેમ્બર, 2015ના રોજ, 10 વર્ષની ઉમરમાં બાળકના પિતા બનવાના સમાચાર મેક્સિકોમાં આવ્યા હતા. Telemundo. કોમ ન્યૂઝ સાઇટના અહેવાલ મુજબ મેક્સિકોનો વિસ્તાર જ્યાં આ ઘટના બની છે. તે ત્યાંનો સૌથી પછાત અને ગરીબ વિસ્તાર છે. ત્યાં માતા-પિતાએ તેમના 10 વર્ષના પુત્રને ઢોરના બદલામાં વેચી દીધો હતો. આ પછી છોકરાને 16 વર્ષની છોકરી સાથે રાખવામાં આવ્યો હતો. થોડા મહિના પછી તે પિતા બન્યો. તેમને વિશ્વના સૌથી નાના પિતા તરીકે ગણવામાં આવ્યો હતો. પરંતુ તેની ઉંમરની પુષ્ટિ થઈ શકી નથી.
ભારતમાં પણ આવું બન્યું છે
27 માર્ચ, 2007ના રોજ ખલીજ ટાઈમ્સના એક સમાચાર મુજબ, કેરળની એર્નાકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 16 વર્ષની છોકરીએ પુત્રને જન્મ આપ્યો હતો. તેના પિતા 12 વર્ષનો છોકરો હતો. જેમને ભારતના સૌથી નાના પિતા તરીકે ગણવામાં આવે છે.
ડીએનએ ટેસ્ટ દ્વારા પણ આ સાબિત થયું હતું. એર્નાકુલમ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. ડી.કે. જબ્બરે જણાવ્યું હતું કે, “કેટલીકવાર બાળકોમાં પરિપક્વતા સમય પહેલા જ આવી જાય છે.”
બ્રિટનના 11 વર્ષના પિતા અને 16 વર્ષની માતા
બ્રિટિશ અખબાર ઈન્ડિપેન્ડન્ટે 21 જાન્યુઆરી, 1998ના એક અહેવાલ અનુસાર, સીન સ્ટુઅર્ટ બ્રિટનમાં સૌથી નાના પિતા છે. તે 11 વર્ષની ઉંમરે પિતા બન્યા. તેની ગર્લફ્રેન્ડ 16 વર્ષની હતી. બંને એકબીજાના પડોશી હતા. બંને પરિવારોએ નવા બાળકના આગમનને ખુશીથી સ્વીકાર્યું હતું.
તો અમેરિકાના નેશવિલમાં કઈક અલગ જ સમાચાર આવ્યા, 13 વર્ષના છોકરાએ પહેલા 15 વર્ષની વેન્ડી ચેપલ સાથે લગ્ન કર્યા ને એ પછી, જ્યારે છોકરી ગર્ભવતી થઈ, ત્યારે તે તેની પાસેથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં ગયો. કોર્ટમાંથી છૂટાછેડા મળતા જ તેણે ફરીથી લગ્ન કરી લીધા.
સેક્સ અને રિપ્રોડક્શનની ન્યૂનતમ ઉંમર કેટલી હોય છે?
મોટાભાગના ડોકટરો માને છે કે છોકરાઓમાં આ ઉંમર 14 વર્ષની આસપાસ છે જ્યારે છોકરીઓમાં તે 13 વર્ષની આસપાસ છે. જોકે, જાણીતી મેડિકલ સાઈટ મેડિસિન નેટમાં ડૉ. મેલિસા કોનરાડ, એમડી જણાવે છે કે,ઘણા કિસ્સાઓમાં આ ઉંમર ઘણી વખત વહેલી આવી જાય છે. છોકરાઓમાં આ ઉંમર 12 થી 14 વર્ષ હોઈ શકે છે જ્યારે છોકરીઓમાં તે 10 થી 12 વર્ષ હોઈ શકે છે.
આ ઉપરાંત,એક સાયન્સ મેગેઝિન અનુસાર, છોકરામાં 14 વર્ષની ઉંમર પછી જ હોર્મોન્સ વિકસિત થાય છે, તે પહેલા તેનું શરીર શુક્રાણુ પેદા કરી શકતું નથી.
આ પણ વાંચો : જો પૃથ્વી પરનો તમામ ગ્લેશિયર પીગળી જાય તો શું થશે?