ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘હું 20 વર્ષથી આવું અપમાન સહન કરું છું’, PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને આપ્યું આશ્વાસન

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: પીએમ મોદીએ સંસદ સંકુલમાં ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફોન કરીને તેમની સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, 20 વર્ષથી તેમનું પણ આ જ રીતે અપમાન કરવામાં આવ્યું છે. પરંતુ સંસદ ભવનમાં બંધારણીય પદ ધરાવતા ઉપરાષ્ટ્રપતિનું આ પ્રકારનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે પીએમને કહ્યું કે, કેટલાક લોકોની આવી હરકત મને મારા કર્તવ્ય પથ પર કાર્ય કરવાથી રોકી નહીં શકે.

મંગળવારે સંસદ પરિસરમાં TMC સાંસદોએ મિમિક્રી કરી

મહત્ત્વનું છે કે, લોકસભામાંથી સસ્પેન્ડ કર્યા બાદ મંગળવારે વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જી ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા હતા જોકે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ સાંસદની મિમિક્રી કરવા બદલ ટીકા કરી હતી. જગદીપ ધનખડે કહ્યું હતું કે તે શરમજનક, હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાની વીડિયોગ્રાફી કરી રહ્યો છે.

આ ઘટના પર જગદીપ ધનખડે ગૃહની અંદર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મેં એક ટીવી ચેનલમાં જોયું કે, સાંસદ રાજ્યસભા ચેરમેનનો મજાક ઉડાવી રહ્યા છે અને તેમના જ નેતા ઉત્સાહપૂર્વ વીડિયો બનાવી રહ્યા છે. ધનખડે કહ્યું કે, હું ઈશ્વરથી પ્રાર્થના કરીશ કે, તેમને સારી સમજણ આપે.ચેરમેનનું પદ અલગ હોય છે. પક્ષ અને વિપક્ષની રીતે રાજકીય દળ એકબીજાથી લડી શકે છે, પરંતુ આનાથી ચેરમેનને દૂર રાખવું જોઈએ.

ભાજપે બેનર્જી અને રાહુલ ગાંધી બંનેની ટીકા કરી હતી

વીડિયો શેર કરતી વખતે ભાજપે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવા બદલ બેનર્જી અને રાહુલ ગાંધી બંનેની ટીકા કરી હતી. બીજેપીએ ‘X’ પર લખ્યું હતું કે જો દેશ એ વિચારી રહ્યો છે કે વિપક્ષના સાંસદોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો આ કારણ છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ માનનીય ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી જ્યારે રાહુલ ગાંધીએ વીડિયો લઈને તેમને વધુ પ્રોત્સાહિત કર્યા. કોઈ કલ્પના કરી શકે છે કે તેઓ ગૃહ પ્રત્યે કેટલા બેદરકાર અને ઉલ્લંઘનકારી છે!

આ પણ વાંચો: રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરવા બદલ ટીએમસી સાંસદ ફસાયા, ફરિયાદ દાખલ

Back to top button