ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર

Text To Speech
  • 31 ડિસેમ્બર સુધીમાં કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરી દેવા પડશે નહીં તો પેનલ્ટી
  • કોઇ કારણસર રિટર્ન ફાઇલ કરી શકાયુ નહોય તો 31 ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી સકાશે
  • પાંચ લાખથી નીચેની આવક પર એક હજાર અને વધુની આવક પર પાંચ હજાર પેનલ્ટી

ગુજરાતમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 31 ડિસેમ્બર સુધીમાં કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરી દેવા પડશે નહીં તો પેનલ્ટી લાગશે. તેમાં પાંચ લાખથી નીચેની આવક પર એક હજાર અને વધુની આવક પર પાંચ હજાર પેનલ્ટી છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં ઊગતા ન હોય તેવા પાકોની પણ હવે ખેતી થઇ 

રિટર્ન ફાઇલ કરતી વખતે પેન્લ્ટી સાથે ટેકસ ભરવો પડશે

આવકવેરાના અધિકારીઓ કેસ રિઓપન કરીને તપાસ કરશે. તેમજ રિટર્ન ફાઇલ કરતી વખતે પેન્લ્ટી સાથે ટેકસ ભરવો પડશે. કરદાતાઓએ 31 ડિસેમ્બર સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દેવા પડશે. જો રિટર્ન ફાઇલ નહિ કરવામા આવે તો પેનલ્ટી આવકવેરા વિભાગ લાગુ કરી દેશે. કરદાતાઓ તેમના રિટર્ન સમયસર ફાઇલ નહિ કરે તો તેમના કેસ રિઓપન કરી દેવાશે. રિટર્નમાં સાચી માહિતી દર્શાવવી પડશે. પગારદાર કરદાતાઓ, નોન ઓડિટ વેપારી કે જેમનુ ટર્નઓવર બે કરોડથી નીચે હોય તેમણે 31 જુલાઇએ રિટર્ન ફાઇલ કરવાના હતા. જ્યારે કંપની, ટ્રસ્ટ અને ઓડિટ થતુ હોય તેવી કંપનીઓને 31 ઓક્ટોમ્બરે રિટર્ન ફાઇલ કરવાના હતા.

આ પણ વાંચો: ગુજરાત: છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી છ વ્યક્તિના મૃત્યુથી ચકચાર 

કોઇ કારણસર રિટર્ન ફાઇલ કરી શકાયુ નહોય તો 31 ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી સકાશે

જો કોઇ કારણસર રિટર્ન ફાઇલ કરી શકાયુ નહોય તો 31 ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી સકાશે. રિટર્ન ફાઇલ કરતી વખતે પેન્લ્ટી સાથે ટેકસ ભરવો પડશે. પાંચ લાખથી ઓછી આવક હોય તો એક હજાર પેન્લ્ટી અને પાંચ લાખથી વધુની આવક હોય તો પાંચ હજાર પેનલ્ટી સાથે ટેકસ ભરવો પડશે.31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેવા પડશે ત્યાર બાદ માર્ચ મહિનામાં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવુ પડશે જેમાં 50 ટકા પેનલ્ટી સાથે ટેકસ ભરવો પડશે. જો રિટર્નમાં ખોટી માહિતી દર્શાવી હશે તો કેસ રિઓપન કરાશે. આવકવેરાના અધિકારીઓ કેસ રિઓપન કરીને તપાસ કરશે અને નહિ દર્શાવેલી માહિતી મળશે તો નોટિસ પણ કરદાતાઓને ઇસ્યુ કરી દેવાશે.

Back to top button