ટોપ ન્યૂઝનેશનલ

અયોધ્યા : રામ મંદિર પટાંગણ પાસેથી હેલ્મેટ ઉપર કેમેરા લગાવી આંટાફેરા કરતો શંકાસ્પદ ઝડપાયો

Text To Speech

અયોધ્યા, 19 ડિસેમ્બર :  અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિના ગેટ નંબર 10 પર તૈનાત સુરક્ષા દળોએ મંગળવારે બાઇક પર ફરતા એક શંકાસ્પદની અટકાયત કરી અને તેને રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિએ તેના હેલ્મેટ પર કેમેરા લગાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે વ્યક્તિ Map In India નો કર્મચારી હતો અને તે સર્વેનું કામ કરતો હતો. જો કે હજુ સુધી કંપનીને આ માટે પરવાનગી મળી નથી. હાલ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મંગળવારે બપોરે છત્તીસગઢના રહેવાસી ભાનુ પટેલ યલો ઝોનમાં બાઇક પર ફરતા હતા. તેના હેલ્મેટ પર કેમેરા પણ લગાવવામાં આવ્યો હતો. આ જોઈને રામજન્મભૂમિના ગેટ નંબર 10 પર તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો અને તેની પુછપરછ કર્યા બાદ તેને પોલીસને હવાલે કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અનેક ગુપ્તચર એજન્સીઓએ રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરી હતી.

સીઓ અયોધ્યા એસપી ગૌતમે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે તે Map in India નો કર્મચારી છે. કંપનીએ સર્વે કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને અરજી કરી છે પરંતુ હજુ સુધી પરવાનગી મળી નથી. તેમ છતાં કર્મચારી સર્વે કરી રહ્યો હતો. વધુમાં જણાવ્યું કે કંપનીના અધિકારીઓએ આ વ્યક્તિ વિશે પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે તેના આધાર કાર્ડ અને અન્ય ઓળખ કાર્ડના આધારે તેનું સરનામું વગેરેની પણ ચકાસણી કરવામાં આવી છે. જણાવ્યું કે હજુ તેની પૂછપરછ ચાલી રહી છે.

Back to top button