ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાઃ દાંતામાંથી રૂ.3.98 લાખનો અનાજ જથ્થો ઝડપાયો

Text To Speech
  • દાંતા અને રતનપુરમાં તપાસ હાથ ધરી

પાલનપુર 19 ડિસેમ્બર 2023 :  બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર, દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતીયાવાસ વિસ્તારમાં આવેલા મહંમદહનીફ ગુલાબનબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે.

જે ઘઉં-૦૭ કટ્ટા ૨૫૩.૭૦૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૬૮૪૯.૯૦/- તથા ચોખા-૯૮ કટ્ટા, ૪૯૪૦.૫૦૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૩૩૮૮૭.૫૫/- આમ કુલ રૂ.૧૪૦૭૩૭.૪૫/-(અંકે રૂપિયા એક લાખ ચાળીસ હજાર સાતસો સાડત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

જ્યારે મેમણ મહોમદવારીસ ગનીભાઈ, (રહે.મેમણ ઈન્દીરાનગર કોલોની,) દાંતામાં ન્યુ બનાસ ટ્રેડર્સ, હડાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ, દાંતામાં આકસ્મિક તપાસણી કરતાં ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે.

જે દુકાન નં.૧૦ ઘઉં-૨૩ કટ્ટા ખુલ્લા ૯૨૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૨૪૮૪૦/- તથા ૫૩ કટ્ટાબંધ ૨૬૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૭૧૫૫૦/- તેમજ દુકાન નં.૧ થી ૬ ચોખા-૧૧૯ કટ્ટા, ૫૯૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૬૧૨૪૫/- આમ કુલ રૂ.૨૫૭૬૩૫(અંકે રૂપિયા બે લાખ સત્તાવન હજાર છસો પાંત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આમ આકસ્મિક તપાસણી દરમ્યાન રૂ.૩,૯૮,૩૭૨/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોત્તેર પુરા) નો જથ્થો પકડી સીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : થેલેસિમિયા મુક્તિ અભિયાન: ડીસામાં થેલેસિમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Back to top button