ઉત્તર ગુજરાતગુજરાત

થેલેસિમિયા મુક્તિ અભિયાન: ડીસામાં થેલેસિમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Text To Speech
  • દર્દીઓને થેલેસિમિયાથી બચવાના અને સારવાર અંગે અપાયું માર્ગદર્શન 

પાલનપુર 19 ડિસેમ્બર 2023 : પાલનપુરના ડીસા ખાતે 19 ડિસેમ્બરના રોજ રોટરી ક્લબ ડીવાઈન દ્વારા શહેરને થેલેસેમિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત થેલેસિમિયગ્રસ્ત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારની સાથે સાથે કાઉન્સિલિંગ કરી તેની સાવચેતી કઇ રાખી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

રોટરી ક્લબ ઈન્ટરનેશનલ લેવલે તારીખ 17/12/23થી 24/12/23 દરમ્યાન “થેલેસેમિયા અવરનેસ એન્ડ પ્રિવેન્શન “વીક ઉજવી રહ્યું છે. તેના ભાગરૂપે રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા આજ સિવિલ હોસ્પિટલ ખાતે “થેલેસેમિયા અવરનેસ પ્રોગ્રામ” યોજવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટના ચેરમેન પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે.ડૉ.રીટા પટેલ અને પ્રોજેક્ટના સ્પીકર તરીકે ડીસા શહેરના જાણીતા અને અનુભવી બાળરોગ નિષ્ણાત રોટે. ડૉ હિરેન પટેલ દ્વારા દર્દીઓને “થેલેસેમિયા ડિસીસ” પર ખૂબ જ ઉંડાણપૂર્વકની સમજૂતી આપવામાં આવી તથા દર્દીઓ સાથે પ્રશ્નોત્તરી કરી દ્વિ-માર્ગીય પ્રત્યાયન દ્વારા થેલેસેમિયા ડિસીસથી કેવી રીતે બચી શકાય, થેલેસેમિયા અવરનેસ માટે શું-શું કરવું જોઈએ તે બાબતનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના ડૉ.સ્વામિનારાયણ અને ડો.રવિરાજભાઈએ પણ થેલેસેમિયા ડિસીસ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. પ્રેસિડેન્ટ રોટે.ગિરીજા અગ્રવાલ દ્વારા વેલકમ સ્પીચ અને સેક્રેટરી રોટે. ડૉ.વર્ષા પટેલ દ્વારા આભારવિધિ કરાઇ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોવિડની રી-એન્ટ્રી, દક્ષિણ ભારત ફરવા ગયેલી ગાંધીનગરની બે મહિલાઓ કોરોના પોઝિટીવ

Back to top button