ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાંથી આજે ફરી 49 સાંસદો સસ્પેન્ડ, ભારતીય સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી !

Text To Speech

દિલ્હી, 19 ડિસેમ્બર 2023: સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી સાંસદોના હંગામા અને વિરોધને કારણે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે સંસદના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા 141 પર પહોંચી ગઈ છે. આ સાથે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સમગ્ર શિયાળુ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવાથી મનાઈ કરી દેવામાં આવી છે. સુપ્રિયા સુલે, મનીષ તિવારી, શશિ થરૂર, મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય, ડિમ્પલ યાદવ અને દાનિશ અલી સહિત લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોને સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, “ગૃહની અંદર પ્લેકાર્ડ ન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ તાજેતરની ચૂંટણીમાં હાર્યા બાદ હતાશામાં આવીને આવા પગલા લઈ રહ્યા છે. તેથી જ અમે (સાંસદોને સસ્પેન્ડ કરવાનો) પ્રસ્તાવ લાવી રહ્યા છીએ.”

અર્જુનરામ મેઘવાલે પ્રસ્તાવ મૂક્યો હતો

આ પછી લોકસભામાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રિયા સુલે, મનીષ તિવારી, શશિ થરૂર, મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય, ડિમ્પલ યાદવ અને દાનિશ અલી સહિત અન્ય વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા 18 ડિસેમ્બરે 33 લોકસભા અને 45 રાજ્યસભા સાંસદો સહિત 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે આ સાંસદોને સસ્પેન્ડ કરાયા

મનીષ તિવારી, ચંદ્રશેખર પ્રસાદ, ડિમ્પલ યાદવ, કાર્તિ ચિદમ્બરમ, એસટી હસન, સુપ્રિયા સુલે, શાથી થરૂર, દાનિશ અલી, માલા રોય, રાજીવ રંજન સિંહ, સંતોષ કુમાર, પ્રતિભા સિંહ, મોહમ્મદ સાદિક, જગબીર સિંહ ગિલ, મહાબલી સિંહ, એમકે વિષ્ણુ પ્રસાદ. , ફારુક અબ્દુલ્લા, ગુરજીત સિંહ ઔજલા, ફઝલુર રહેમાન, રવનીત સિંહ બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, સુશીલ કુમાર રિંકુ.

Back to top button