ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

જેકલીન ફર્નાન્ડિસે મની લોન્ડરિંગ મામલે ED વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને બરતરફ કરવાની માંગ કરાઈ છે. મહત્ત્વનું છે કે, અભિનેત્રી છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે તેની સામે મની લોન્ડરિંગના આરોપો તદ્દન ખોટા છે. તેણે દાવો કર્યો છે કે, અદિતિ સિંહ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે તેને પણ ફસાવી છે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વાતના કોઈ પુરાવા નથી જેમાં કથિત રીતે મની લોન્ડરિંગમાં સામેલ હોય. તેથી તેમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની કલમ 3 અને 4 હેઠળ આરોપી બનાવી શકાય નહીં. જેકલીનનું કહેવું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિવાદિત ફરિયાદમાં અરજદારને આરોપી બનાવતી વખતે પક્ષપાતી રીતે કામ કર્યું હતું.

જેકલીન પર શું છે આરોપ?

આરોપ છે કે મિત્રતા બાદ સુકેશે જેકલીનને મોંઘીદાટ ભેટો આપી હતી. EDના જણાવ્યા અનુસાર, સુકેશે જેકલીન પર 7 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. સુકેશે જેકલીનને મોંઘા દાગીના, ચાર પર્શિયન બિલાડી અને 57 લાખ રૂપિયાનો ઘોડો પણ ભેટમાં આપ્યો હતો. આટલું જ નહીં તેણે બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતાને 1.89 કરોડની કિંમતની બે કાર આપી હતી. બીજી તરફ, જેક્લિનનું આ અંગે કહેવું છે કે, તે સુકેશ વિશે બીજું કઈ નથી જાણતી. તે શું કરે છે અને ખરેખરમાં કોણ છે. તેણે મને એક મોટો બિઝનેસમેન છે એમ કહ્યું હતું. જ્યારે જેકલીનના વકીલ પ્રશાંત પાટીલનું કહેવું છે કે,  જેકલીન પોતે આ મામલમાં એક પીડિત છે.

શું છે સમગ્ર મામલો

સુકેશ ચંદ્રશેખર પર ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. જ્યારે તે દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો ત્યારે તેણે ફાર્મા કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ બોસ શિવિન્દર મોહન સિંઘની પત્ની અદિતિ સિંહ પાસેથી કથિત રીતે 200 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસને જેલમાં હતા ત્યારે તેને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ મોકલી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે સુકેશ ચંદ્રશેખર જામીન પર બહાર હતો ત્યારે તેણે અભિનેત્રી માટે મુંબઈથી ચેન્નઈની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરાવી હતી. EDને એવી પણ શંકા છે કે સુકેશે એક બિઝનેસમેનની પત્ની પાસેથી જે મોટી રકમ એકઠી કરી હતી તે જેકલીન ફર્નાન્ડિસને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વિક્કીની સેમ બહાદુરનો કમાલઃ તીવ્ર સ્પર્ધા વચ્ચે કલેક્શન 100 કરોડને પાર

Back to top button