એવી દુનિયા જ્યાં ALIENS રાજ કરે છે
અમદાવાદ, 19 ડિસેમ્બર : એક અવકાશ નિષ્ણાતે એલિયન્સ અંગે ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે એલિયન્સની બે દુનિયા મળી જ્યાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે. તેઓ આપણને બરબાદ કરવાની ધમકી આપે તે પહેલાં આપણે તેની તપાસ કરવી જોઈએ.
બે વિશ્વ જ્યાં એલિયન્સ હોઈ શકે
બે એવી દુનિયા મળી આવી છે જ્યાં એલિયન્સનું રાજ હોય શકે છે, તેઓ આપણાથી ‘અબજો વર્ષો આગળ’ છે, અને તે એટલા શક્તિશાળી છે કે તેઓ માણસોને પણ મિટાવી શકે છે. એક અવકાશ નિષ્ણાતે આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે ચેતવણી આપી છે કે બે એક્સોપ્લેનેટ પર એલિયન્સ હોઈ શકે છે. તે આપણને બરબાદ કરવાની ધમકી આપે તે પહેલાં આપણે આની તપાસ કરવી જોઈએ.
એક અહેવાલ મુજબ, કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જેન બ્રેવ્સનું માનવું છે કે આપણી પોતાની આકાશગંગામાં ઓછામાં ઓછી બે અન્ય દુનિયા હોઈ શકે છે. જે 70 થી 110 પ્રકાશ-વર્ષ દૂરના તારાઓની પરિક્રમા કરી રહી છે, જ્યાં એલિયન્સ છુપાયેલા હોઈ શકે છે. અને તે ગ્રહો પૃથ્વી કરતાં ઘણા જૂના છે.
આપણે એલિયન આર્માગેડનની ધાર પર છીએ
વધુમાં, આપણે બહારની દુનિયાના લોકોના કારણે એલિયન આર્માગેડન (વિશ્વ યુદ્ધ, મહાન યુદ્ધ) ની ધાર પર હોઈ શકીએ છીએ, તેઓ આપણા કરતાં અબજો વર્ષોથી પણ વધુ આધુનિક છે અને કદાચ આપણને મિટાવી દેવા માટે તૈયાર છે. ‘આર્મગેડન’ શબ્દનો અર્થ બાઈબલ અનુસાર, તે જગ્યા જ્યાં વિશ્વના અંતમાં સારા અને અનિષ્ટ વચ્ચે અંતિમ યુદ્ધ લડવામાં આવશે.
પૃથ્વી પહેલાં ત્યાં જીવન હોઈ શકે
આ ઉપરાંત, ‘આ તારા સૂર્ય કરતાં ઘણા જૂના છે (આશરે 8 અબજ વર્ષ જૂના), જેના કારણે આ ગ્રહોને ઓછા રેડિયોએક્ટિવ બનવાનો સમય મળ્યો છે.’ મહત્વનું એ છે કે શું આ ખડકાળ વિશ્વ ખરેખર અસ્તિત્વમાં છે? અને જો તે અસ્તિત્વમાં છે તો, ત્યાં જીવનની શક્યતા ‘પૃથ્વી પૂર્વેની હોઈ શકે છે’.
પ્રોફેસર બ્રેવ્સ, જેનો અભ્યાસ તાજેતરમાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો હતો, તે સૂચવે છે કે બે તારા, જેનું આકસ્મિક નામ HD 76932 અને HD 201891 જે ‘બાયોસ્ફિયર’ ધરાવે છે તે આપણા કરતાં પણ વધુ આધુનિક દુનિયા હોઈ શકે છે.
આ પણ વાંચો : માનવી એલિયન્સ સાથે કેવી રીતે વાતચીત કરશે?