- 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન શરૂ
- પાટનગર ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી
- કેશોદમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થઇ ગઇ છે. જેમાં 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયુ છે. તેમજ અમદાવાદમાં 15.5 ડિગ્રી, કંડલા 13 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં અસર દેખાઇ રહી છે.
લોકોની સવાર આજે મોડી પડી છે
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પવનની દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. શહેરમાં સવારથી પવનની ગતિ વધુ રહેતા લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી હોવા છતાં લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠંડીથી બચવા માટે લોકો મફલર, ટોપી, સ્વેટર, જેકેટ સહિતના ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા છે. લોકોની સવાર આજે મોડી પડી છે.
પાટનગર ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી
પાટનગર ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી સાથે ડિસામાં 13.4 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. કેશોદમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન સાથે ભુજમાં 13.9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તેમજ અમરેલી 17 ડિગ્રી, સુરેન્દ્રનગર 15 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો હોય તેમ 16 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો. 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાયેલા પવનના કારણે ઠંડીની કાતિલતામાં વધારો થયો હતો. તીવ્ર ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા તેની અસર અહીં સુધી વર્તાઈ છે.