ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, 100થી વધુના મૃત્યુ તો 200 ઘાયલ
- ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપથી ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં 100થી વધુ લોકોના મૃત્યુ
- પ્રમુખ શી જિનપિંગે રાહત અને બચાવ કાર્યમાં “તમામ પ્રયાસો” કરવાની હાકલ કરી
ચીન, 19 ડિસેમ્બર : ચીનમાં મોટી દુર્ઘટના બની છે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપથી ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તે જ સમયે અહેવાલો અનુસાર, 200થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, આ ભૂકંપ સોમવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં આવ્યો હતો. આ ભૂકંપ 6.2ની તીવ્રતાનો હોવાનું કહેવાય છે. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં નોંધપાત્ર નુકસાન થયું છે. તે જ સમયે, ચીનના પ્રમુખ શી જિનપિંગે રાહત અને બચાવ કાર્યમાં “તમામ પ્રયાસો” કરવાની હાકલ કરી છે.
Midnight earthquake death toll rises to 111 in NW China pic.twitter.com/tF9NfIAevV
— China Xinhua News (@XHNews) December 19, 2023
ભૂકંપનો મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે
સોમવારે રાત્રે લોકો પોતાના ઘરોમાં સુતા હતા ત્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં ભારે તબાહી મચી જવા પામી છે. ઘણા ઘરોને વ્યાપક નુકસાન થયું હતું અને ઘણાની જમીન પણ ધસી ગઈ હતી. જેના કારણે લગભગ 111 લોકોના મૃત્યુ થયા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. ચીનની રાહત અને બચાવ ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે.
Chinese President has urged all-out search and rescue efforts and proper arrangements for affected people to ensure the safety of people’s lives and property after a 6.2-magnitude earthquake jolted Jishishan County in NW China’s Gansu at midnight Monday https://t.co/g3roiyFvka pic.twitter.com/6eM40ph7wF
— China Xinhua News (@XHNews) December 19, 2023
🇨🇳#CHINA | The moment captured that several people evacuate a restaurant after #sismo of magnitude 6.0.
#earthquake #Terremoto #Temblor #Gansu #Lanzhou #Linxia #ChinaEarthquake #LiveVideo #Evacuation #LiveChina pic.twitter.com/ajqTMnS9EY
— Nitesh rathore (@niteshr813) December 18, 2023
200થી વધુ લોકો થયાં છે ઘાયલ
સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કિંઘઈ સાથેની પ્રાંતીય સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર ગાંસુની જીશિશાન કાઉન્ટીમાં ભૂકંપ આવ્યા બાદ ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. દેશના પ્રસારણકર્તા સીસીટીવીએ પાણી અને પાવર લાઇન તેમજ પરિવહન અને સંચાર માળખાને નુકસાનની જાણ કરી છે. રાજધાની બેઇજિંગથી લગભગ 1,450 કિલોમીટર (900 માઇલ) દૂર ગાંસુ પ્રાંતીય રાજધાની લાન્ઝોઉમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં મદદ મોકલવામાં આવી
અહેવાલ અનુસાર, તંબુ,ફોલ્ડિંગ બેડ અને રજાઇ જેવી વસ્તુઓ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાસ્થળે મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે તમામ રાહત અને બચાવ પ્રયાસો કરવા હાકલ કરી છે. ત્યારબાદ, ચાઈનીઝ નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રિવેન્શન, રિડક્શન એન્ડ રિલીફ અને ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે લેવલ-IV ડિઝાસ્ટર રિલીફ ઈમરજન્સીને સક્રિય કરી છે.
આ પણ જુઓ :લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભય