ટોપ ન્યૂઝનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

દેશમાં UPI પેમેન્ટનો વપરાશ વધ્યો, જાણો કેટલા કરોડના વ્યવહાર થયા ?

Text To Speech

નવી દિલ્હી, 18 ડિસેમ્બર : યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો નાણાકીય વર્ષ 2017-18માં 92 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં 8375 કરોડ થઈ ગયા છે. વોલ્યુમની દ્રષ્ટિએ, તેણે વાર્ષિક ધોરણે 147% ની વૃદ્ધિ નોંધાવી છે. તેવી જ રીતે, UPI વ્યવહારોનું મૂલ્ય નાણાકીય વર્ષ 2017-18માં રૂ.1 લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં 168%ના CAGR (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) સાથે રૂ.139 લાખ કરોડ થયું છે.

અત્યારસુધીમાં કેટલા કરોડના વ્યવહાર થયા ?

ઉલ્લેખનીય છે કે, સરકારે જાહેર કરેલ આંકડાકીય માહિતી અનુસાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, 11 ડિસેમ્બર, 2023 સુધી UPI દ્વારા 8572 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા વધુને વધુ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ડીજીટલ પેમેન્ટને કારણે ચલણી નોટના વપરાશમાં ઘટાડો નોંધાશે તો નોટ છાપવાનું ઘટશે અને તેના કારણે તેનો પ્રિન્ટીંગ કોસ્ટ ઘટશે જેથી આર્થિક રીતે ફાયદાકારક બનશે.

Back to top button