પંજાબમાં સરકારી કર્મચારીઓને બલ્લે બલ્લે, DAમાં વધારો
- પંજાબના સીએમ ભગવંત માને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાની કરી જાહેરાત.
- DAમાં વઘારો ડિસેમ્બરથી જ લાગુ કરવાની જાહેરાતથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ.
ચંદીગઢ, 18 ડિસેમ્બર: પંજાબના સરકારી કર્મચારીઓને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા નવા વર્ષની ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકા વધારાની જાહેરાત કરી છે, આ સાથે જ વધેલા DAને ડિસેમ્બરથી લાગુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. DAમાં વધારાની જાહેરાત સાથે જ સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ DA વધીને 38 ટકા થઈ જશે.
પંજાબના મુખ્યમંત્રીએ નવા વર્ષની સરકારી કર્મચારીઓને ભેટ આપી
आज पंजाब स्टेट मिनिस्ट्रियल सर्विस यूनियन के प्रतिनिधियों के साथ बैठक की और उनके मसलों पर विस्तारपूर्वक चर्चा की…
एक बड़ी खुशखबरी साझा कर रहा हूँ कि कर्मचारियों को नए साल का तोहफा देने जा रहे हैं… DA में 4% की बढ़ोतरी की जाती है जो कि 1 दिसंबर 2023 से लागू मानी जाएगी… pic.twitter.com/OefUYtcWqZ— Bhagwant Mann (@BhagwantMann) December 18, 2023
પંજાબના સીએમ ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજે પંજાબ સ્ટેટ મિનિસ્ટ્રી એલાઈડ સર્વિસ યુનિયનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને તેમના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. એ જણાવતા આનંદ થાય છે કે અમે કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહ્યા છીએ. ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 ડિસેમ્બર, 2023થી લાગુ થશે.”
બાકીના 8 ટકા ડીએ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
બેઠક બાદ PSMSU પ્રમુખે કહ્યું કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે બાકીના 8 ટકા ડીએ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા, બાકી 12 ટકા ડીએ મુક્ત કરવા અને કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી રહ્યા હતા. પીએસએમએસયુએ રવિવારે તેની એક મહિનાથી વધુ લાંબી હડતાલ સ્થગિત કરી હતી, જે 8 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેઓએ મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા તેમની હડતાલ મોકૂફ રાખી હતી.
યુપીમાં 46 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત
નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્મચારીઓ માટે મૂળ પગારના 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું અને 30 દિવસના બોનસની જાહેરાત કરી હતી. તમામ નોન-ગેઝેટેડ રાજ્ય કર્મચારીઓ માટે બોનસની મહત્તમ મર્યાદા રૂ. 7,000 નક્કી કરવામાં આવી હતી. યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે મોંઘવારી ભથ્થું 100 ટકાના દરે આપવામાં આવશે.
આ પણ વાંચો: સંસદમાં હોબાળો કરતાં 78 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ, કુલ 92 સાંસદો પર કાર્યવાહી