લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભય
- ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસે ચાર વાર આંચકા આવ્યા
- ભૂકંપના આંચકા એવા જોરદાર હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
લદાખ, 18 ડિસેમ્બર: વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ ભૂકંપ આવવાનું બંધ હજુ પણ નથી થયું. હજી પણ અનેકવાર ધરતીના કોઈને છેડે ધરા ધ્રજી હોવાના સમાચાર સાંભળવા મળે છે. ત્યારે હવે આજે સોમવારે બપોરે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં કુલ 4 જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહાડો છે, જેથી ભૂકંપના આંચકા મોટી તબાહી સર્જી શકે છે.
Preliminary: 5.7 earthquake, Kashmir-India Border Region. On 2023/12/18 10:18:55 UTC (7m ago, depth 10km). https://t.co/IwGBt5s7nU
— Earthquakes (@NewEarthquake) December 18, 2023
ભૂકંપનું કેન્દ્ર લદાખના કારગીલમાં નોંધાયુ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. તે જ સમયે, અન્ય ઘણા અહેવાલો અનુસાર, આ ભૂકંપ 5.7 તીવ્રતાનો હતો. આ સ્તરના ભૂકંપને ખતરનાક માનવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે બપોરે 3.48 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર લદાખના કારગીલમાં પૃથ્વીની અંદર 10 કિલોમીટર અંદર હતું.
ઉપરા ઉપર ચાર વખત ધરા ધ્રુજી
જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો એક આંચકામાંથી માડ શ્વાસ લીધો એવામાં તો ફરી સાંજેના 4.01 વાગ્યે બીજી વખત ભૂકંપના આંચકા અનુભવ્યા. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. તે જ સમયે, તેનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પૃથ્વીની અંદર 16 કિલોમીટર અંદર હોવાનું કહેવાય છે. તે જ સમયે, ત્રીજો ભૂકંપ પણ સાંજે 4.01 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 3.8 હોવાનું કહેવાય છે. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમીની અંદર હોવાનું પણ કહેવાય છે. તે જ સમયે, ભૂકંપનો ચોથો આંચકો સાંજે 4.18 કલાકે આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર કિશ્તવાડ, જમ્મુ અને કાશ્મીરમાં પૃથ્વીથી 10 કિમી નીચે હતું.
ભૂકંપ શા માટે થાય છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે, તો તેના કારણે ધરતી પર ભૂકંપના આંચકા અનુભવાય છે.
આ પણ વાંચો: હૈદરાબાદમાં સર્જાયો ‘તથ્યકાંડ’, એકનું મૃત્યુ-ત્રણ ઘાયલ