ટ્રેન્ડિંગમનોરંજન

વિક્કીની સેમ બહાદુરનો કમાલઃ તીવ્ર સ્પર્ધા વચ્ચે કલેક્શન 100 કરોડને પાર

Text To Speech
  • રણબીર કપૂરની ‘એનિમલ’ની સાથે રીલીઝ થયેલી ‘સેમ બહાદુર’ એ લિમિટેડ કેપેસિટીમાં પણ સતત જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને હવે આ ફિલ્મે એક મોટો માઈલસ્ટોન પાર કર્યો છે. આ ફિલ્મે 17 દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો જંગી આંકડો પાર કરી લીધો છે

વિક્કી કૌશલ હંમેશાથી દમદાર એક્ટર માનવામાં આવે છે. જોકે તેની પાસે ‘ઉરી’ સિવાય લીડ રોલ વાળી ફિલ્મો ઓછી હતી. હવે 2023નું વર્ષ વિક્કી માટે આ મામલે લક્કી સાબિત થયું છે. આ વર્ષમાં જ તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ સરપ્રાઈઝ હિટ બનીને આવી છે. હવે વિક્કીની લેટેસ્ટ ફિલ્મ સેમ બહાદુરએ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી છે. આ ફિલ્મ હવે 100 કરોડને પાર થઈ ગઈ છે.

એનિમલ સામે પણ ડગી નહીં

રણબીર કપૂરની ‘એનિમલ’ની સાથે રીલીઝ થયેલી ‘સેમ બહાદુર’ એ લિમિટેડ કેપેસિટીમાં પણ સતત જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને હવે આ ફિલ્મે એક મોટો માઈલસ્ટોન પાર કર્યો છે. 1 ડિસેમ્બરથી એનિમલની સુનામી છતાં ‘સેમ બહાદુર’ અડગ રહી છે. હવે તે બોક્સ ઓફિસ પર હિટ બની ગઈ છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પર શરૂઆતથી જ કન્ટેન્ટને લઈને આત્મવિશ્વાસ દર્શાવવામાં આવી રહ્યો હતો. વિવેચકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી અને વિકી કૌશલના પણ ખુબ વખાણ થયા છે. ‘સેમ બહાદુર’ ફિલ્મે થિયેટરોમાં સતત પોતાનું સ્થાન જાળવી રાખ્યું. હવે આ ફિલ્મે 17 દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો જંગી આંકડો પાર કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

ત્રીજા સપ્તાહના અંતે કરી નક્કર કમાણી

સેમ બહાદુર’ ત્રીજા સપ્તાહના અંતે પણ નક્કર કમાણી કરી. રવિવારે ફિલ્મે 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શુક્રવાર અને શનિવારનો ઉમેરો કરીને, વિકીની ફિલ્મના છેલ્લા સપ્તાહના અંતે લગભગ રૂ. 12 કરોડનું નેટ કલેક્શન થયું. હવે 17 દિવસમાં વિકીની ફિલ્મે ભારતમાં રૂ. 76 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે મુજબ ‘સેમ બહાદુર’ જબરજસ્ત હિટ છે. આ વર્ષે સતત બે બોક્સ ઓફિસ હિટ ફિલ્મો આપ્યા બાદ, વિક્કી સફળતાની ટોચ પર પહોંચી ચુક્યો છે.

આ પણ વાંચોઃ બાળકોને મોબાઈલની લત છોડાવવી છે? તો ફોલો કરો આ ટિપ્સ

Back to top button