ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર-આબુ હાઈવે પર ક્રેટા અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, એરબેગ ખુલ્લી જતા જાનહાનિ અટકી

Text To Speech

પાલનપુર, 18 ડિસેમ્બર 2023, ગુજરાતમાં હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં વાહનોના અકસ્માતો વધી રહ્યાં છે. પાલનપુર આબુ હાઇવે પર સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેકટર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. રાજસ્થાન તરફથી આવી રહેલી ક્રેટા ગાડી ટ્રેક્ટર સાથે ટકરાતા ગાડીના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુરના સોનગઢ પાટીયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ક્રેટા ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી તે સમય દરમિયાન પાલનપુર તાલુકાના સોનગઢ પાટીયા પાસે ટ્રેક્ટર ટોલી વચ્ચે ગાડી ધડાકાભેર ટકરાઈ હતી. ક્રેટા ગાડી ટ્રેક્ટરની ટોલી સાથે ટકરાતા જ ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે ગાડીના અંદરની સાઈડમાં એર બેગ ખુલી જતા ગાડીમાં બેઠેલા તમામ લોકોનું આબાદ બચાવ થયો છે.

પોલીસે રોડ ખુલ્લો કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો
ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાવાથી ક્રેટા ગાડી પલટી મારી ગઈ હતી. બીજી બાજુ ટ્રોલીમાં ભરેલ સિમેન્ટની ઈંટો પર રોડ પર પડી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. પાલનપુર તાલુકા પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. તે ઉપરાંત ટ્રેક્ટરની ટ્રોલી અને ગાડીને સાઈડમાં કરીને રોડ પણ ખુલ્લો કર્યો હતો.

આ પણ વાંચોઃ ડીસામાં બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ

Back to top button