ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદકાંડ વધુ વકર્યો, અધીરરંજન સહિત લોકસભામાંથી 31 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ

Text To Speech
  • સંસદની સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન હજુ ચાલુ
  • સ્પીકરના વારંવારના ઇનકાર છતાં લોકસભામાં હંગામો મચાવનાર વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હી,18 ડિસેમ્બર : સંસદની સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ જ છે. ત્યારે લોકસભામાં સ્પીકરના વારંવારના ઇનકાર કરવા છતાં પણ હંગામો મચાવનાર વિપક્ષી પાર્ટીના સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકસભામાંથી અધીર રંજન ચૌધરી સહિત કુલ 31 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના સમય માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ વિશેષાધિકાર સમિતિના પેન્ડિંગ રિપોર્ટ મુજબ લોકસભાએ વધુ ત્રણ સભ્યો જેવા કે, કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલેકેને સસ્પેન્ડ કર્યા છે.

14 સાંસદો તો પહેલેથી જ સસ્પેન્ડ  રહેલા છે 

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ 31 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ લોકસભાના 13 અને રાજ્યસભાના 1 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સસ્પેન્ડેડ સાંસદોની કુલ સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. આ તમામ પર ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ અને અધ્યક્ષની અવમાનનાનો આરોપ છે.

સરકાર અત્યાચારની ચરમસીમાએ પહોંચી – અધીરરંજન

લોકસભામાંથી તેમના સસ્પેન્શન પર લોકસભામાં કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ કહ્યું કે, “મારા સહિત તમામ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે ઘણા દિવસોથી માંગ કરી રહ્યા છીએ કે અગાઉ સસ્પેન્ડ કરાયેલા અમારા સાંસદોને પુનઃસ્થાપિત કરવામાં આવે અને ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. અધીરરંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે, ગૃહમંત્રી દરરોજ ટીવી પર નિવેદનો આપે છે. સંસદની સુરક્ષા માટે સરકાર શું કરી રહી છે તેના પર તેઓ સંસદમાં પણ થોડું બોલી શકે છે. આજની સરકાર અત્યાચારની ચરમસીમાએ પહોંચી ગઈ છે, અમારે માત્ર ચર્ચા કરવી હતી.

આ પણ જુઓ :સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક, ઉંડાણપૂર્વક તપાસ જરૂરીઃ પીએમ મોદી

Back to top button