ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લખનઉ: PGI હોસ્પિટલના OPD વિભાગમાં લાગી આગ, અનેક દાઝ્યા

Text To Speech
  • અચાનક આગ લાગતાં જ PGI હોસ્પિટલમાં ભાગદોડ મચી.
  • ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, આગ ઓલવવામાં વ્યસ્ત.
  • આગ લાગતાં અનેક લોકો દાઝ્યા, અનેકને બહાર કાઢવામાં આવ્યા.

લખનઉ, 18 ડિસેમ્બર: લખનૌની સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ હોસ્પિટલની જૂની ઓપીડી બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ લાગવાથી અનેક લોકો દાઝ્યાના સમાચાર મળી રહ્યા છે. આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે હાજર થઈ છે અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેમ અચાનક લાગી આગ ?

મળતી માહિતી પ્રમાણે આગ હોસ્પિટલની જૂની OPD બિલ્ડીંગમાં લાગી હતી. વેન્ટિલેટર ફાટ્યું હોવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારપછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં આગમાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે.

અચાનક આગ લાગવાથી હોસ્પિટલને ખાલી કરવામાં આવી

જૂની OPD બિલ્ડીંગમાં વેન્ટિલેટર ફાટ્યું હોવાથી અચાનક આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને અનેક લોકો આ આગમાં દાઝ્યા હતા, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તેમજ બચાવ કર્મીઓ દ્વારા સમગ્ર હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી છે. અડધો ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે માહિતી આપી

લખનઉની PGI હોસ્પિટલમાં આગમાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. યુપીમાં નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે લખનૌ પીજીઆઈમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી અને કેવી રીતે લાગી, આ તમામ બાબતોની પોઈન્ટ બાય પોઈન્ટ તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનામાં એક દર્દીનું દુઃખદ મૃત્યુ થયું છે. અમે સંપૂર્ણ રીતે પીડિત પરિવારની સાથે છીએ. દરેક પરિસ્થિતિમાં ન્યાય મળશે. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો: કેરળમાં કોરોનાનો હાહાકાર, કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર

Back to top button