ગુજરાત

અમદાવાદ: લીલા-શાકભાજીની આવક વધી છતાં ભાવમાં ઉછાળો

Text To Speech
  • શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા મળતા હોય છે
  • હાલમાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે
  • લીલવાની કચોરીના ભાવ રૂ.400થી 500 રૂપિયા કિલો

ગુજરાતમાં લીલા-શાકભાજીની આવક વધી પણ ભાવ ન ઘટતાં આ વર્ષે પણ ઊંધિયું મોંઘું થશે. તુવેરની આવકો વધી છતાં તેનો ભાવ ન ઘટતાં લીલવાની કચોરીના ભાવ ઊંચા છે. શિયાળાના ફેવરિટ તુવેર, પાપડીના ઊંચા ભાવોનું વલણ એમનું એમ છે. તથા ટામેટા, દેશી કાકડી, ભીડા સહિતના ભાવો ઘટયા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં બીમારીથી તંગ આવી 1 વર્ષમાં આપઘાત કરનારની સંખ્યા જાણી દંગ રહેશો 

શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા મળતા હોય છે

શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતુ નથી. જેના કારણે ઊંધિયાનું શાક બનાવવાનું મોંઘુ પડશે. શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ હાલમાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ડુંગળીનો પાક વધુ થયો હોવા છતા રિટેઈલમાં રૂ.70 કિલો મળી રહી છે. સામાન્ય દિવસોમાં લસણ રૂ.120 કિલો મળતુ હતુ તે અત્યારે રૂ. 320થી 400 કિલો મળી રહ્યુ છે. એમાંય ફોલેલુ લસણમાં કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે. એટલે ઘર માટે આખુ લસણ વાપરવા માટે આગ્ર કરી રહ્યા છે. ટામેટા, દેશી કાકડી, ભીડા સહિતના ભાવો ઘટયા નથી. પરંતુ કોથમીર, મેથી, તાજેજરની ભાજી સહિતના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તુવેરની આવક વધુ થઈ હોવા છતા તેના ભાવમાં કોઈ ઘટાડો નહીં થતા લીલવાની કચોરીના ભાવ રૂ.400થી 500 રૂપિયા કિલો મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી એજ્યુકેશન લોન લઇ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર 

ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના પણ ભાવો વધ્યા

મરચા રૂ.40ના કિલો મળી રહ્યા છે. ટામેટા, લીંબુ, બટાકાના ભાવો વધ્યા પછી ઘટવાનું નામ લેતુ નથી. જ્યારે ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના પણ ભાવો વધ્યા છે. લીલા શાકભાજી, કઠોળ, લીલા રીંગણા, લીલું લસણ, ડુંગળી ઉપરાંત મૂળ શાકભાજી જેમ કે સક્કરીયા અને જાંબલી રતાળુ વધ્યા પછી ભાવો ઘટતા નથી. આ સામગ્રી ઊંધિયામાં મુખ્ય હોવાથી ઊંધિયાના ભાવ ઉત્તરાયણ ઘટી શકે તેમ નથી. હાલમાં ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ઉંધિયું પ્રતિ કિલો રૂ.350થી 450ના ભાવથી વેચાણ ચાાલુ થયું છે.

Back to top button