- વિદ્યાર્થીઓએ 1 વર્ષના સર્ટિ. કોર્સના કારણે સબસીડીથી વંચિત રહેવું પડે છે
- ગ્રેજ્યુએશન બાદ જનારા વિદ્યાર્થીએ સર્ટિફિકેટ કોર્સ કરવો પડે છે
- ગુજરાતમાંથી મોટાભાગે ગ્રેજ્યુએશન બાદ જ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસે જાય છે
ગુજરાતમાંથી એજ્યુકેશન લોન લઇ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. એજ્યુકેશન લોન યોજનાની આકરી શરતોથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સબસિડીથી વંચિત છે. એજ્યુકેશન લોનમાં સબસિડીની ગાઇડલાઇનમાં હજારો વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.
ગ્રેજ્યુએશન બાદ જનારા વિદ્યાર્થીએ સર્ટિફિકેટ કોર્સ કરવો પડે છે
ગ્રેજ્યુએશન બાદ જનારા વિદ્યાર્થીએ સર્ટિફિકેટ કોર્સ કરવો પડે છે, લોન માત્ર માસ્ટરમાં છે. ગુજરાતમાંથી મોટાભાગે ગ્રેજ્યુએશન બાદ જ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસે જાય છે. રાજ્ય સરકાર દ્વારા વિદેશ અભ્યાસ જનાર વિદ્યાર્થીઓને અપાતી એજ્યુકેશન લોનની સબસીડીમાં હજારો વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વિદેશ અભ્યાસ જતા વિદ્યાર્થીઓને લોનમાં સબસીડી મળતી નથી. કારણ કે, ગ્રેજ્યુએશન બાદ જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસે જાય છે તેઓએ પ્રથમ સર્ટિફિકેટ કોર્સ કરવો પડે છે જ્યારે બીજી તરફ સબસીડીની જે ગાઇડલાઇન છે એમાં માસ્ટરનો અભ્યાસ માગવામાં આવે છે. જોકે ગુજરાતમાંથી મોટાભાગે ગ્રેજ્યુએશન બાદ જ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસે જાય છે.
વિદ્યાર્થીઓએ 1 વર્ષના સર્ટિ. કોર્સના કારણે સબસીડીથી વંચિત રહેવું પડે છે
નોલેજ કોન્સોર્ટિયમ ઓફ્ ગુજરાત (KCG)ના માધ્યમથી વિદેશ ઉચ્ચ અભ્યાસે જતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા બેંકમાંથી જે એજ્યુકેશન લોન લેવામાં આવે તેમાં 10 લાખ રૂપિયા સુધીનું વ્યાજ સરકાર ચુકવે છે. પરંતુ આ યોજનાની જે શરતો નક્કી કરવામાં આવી છે એમાં હજારો વિદ્યાર્થીઓ સહાયથી વંચિત રહે છે. સહાયની ગાઈડ લાઈન મુજબ વિદેશમાં પી.જી.ડિપ્લોમા અથવા તો માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને જ લાભ મળી શકશે. આમ જનરલ ગ્રેજ્યુએશન આર્ટસ, કોમર્સ કે બીએસસી કરીને જતાં વિદ્યાર્થીઓએ 1 વર્ષના સર્ટિ. કોર્સના કારણે સબસીડીથી વંચિત રહેવું પડે છે.