- વર્ષ 2022માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ જિંદગી ટૂંકાવી
- એક વર્ષમાં સૌથી વધુ 880 માનસિક બીમાર દર્દીએ આયખુ ટૂંકાવ્યું
- રાજ્યમાં બીમારીથી તંગ આવી એક વર્ષમાં 1,747એ જિંદગી ટૂંકાવી
ગુજરાતમાં બીમારીથી તંગ આવી 1 વર્ષમાં આપઘાત કરનારની સંખ્યા જાણી દંગ રહેશો. જેમાં કેન્સર, માનસિક, એઇડ્સ જેવી બીમારીથી કંટાળીને દરરોજ 4થી 5 દર્દીના આપઘાત કરે છે. રાજ્યમાં બીમારીથી તંગ આવી એક વર્ષમાં 1,747એ જિંદગી ટૂંકાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં સૌથી વધુ તાપમાનનો પારો ગગડ્યો
વર્ષ 2022માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ જિંદગી ટૂંકાવી
સૌથી વધુ માનસિક બીમારીવાળા 880 દર્દીના આપઘાતના કેસ નોંધાયા છે. તથા કેન્સરની બીમાથી કંટાળીને કુલ 107 લોકોએ આત્મહત્યા કરી છે. માનસિક બીમારી, કેન્સર, એઈડસ સહિતની વિવિધ બીમારીથી તંગ આવીને વર્ષ 2022માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ જિંદગી ટૂંકાવી દીધી છે. કેલેન્ડર વર્ષ 2022માં ગુજરાતમાં કુલ 1,747 વ્યક્તિએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે, જેમાં 1172 પુરુષ, 574 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગત વર્ષે ગુજરાતમાં 1780થી વધુ લોકોએ લાંબી બીમારીથી તંગ આવી જીવન ટૂંકાવ્યું જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદને શુદ્ધ હવા મળશે, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર ઊભા કરાશે
એક વર્ષમાં સૌથી વધુ 880 માનસિક બીમારી દર્દીએ આયખું ટૂંકાવ્યું
ગુજરાતમાં બીમારીથી તંગ આવીને જે આપઘાતની ઘટના બની છે તેમાં સૌથી વધુ માનસિક બીમાર દર્દી ભોગ બન્યા છે, એક વર્ષમાં સૌથી વધુ 880 માનસિક બીમારી દર્દીએ આયખું ટૂંકાવ્યું તેમાં 576 પુરુષ અને 304 મહિલા સામેલ છે. એ જ રીતે કેન્સરની બીમાથી કંટાળીને કુલ 107 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 84 પુરુષ અને 23 મહિલા સામેલ છે. પેરાલિસિસથી પરેશાન થઈને 70 લોકોએ જાતે જિંદગીનો અંત આણ્યો હતો, તેમાં 61 પુરુષ અને 9 મહિલા છે. એઈડ્સની બીમારીથી કંટાળીને એક વર્ષમાં 25 આત્મહત્યાના કિસ્સા બન્યા, જેમાં 8 પુરુષ અને 17 મહિલા સામેલ છે. કિસ્સા હતા, કેન્સર, પેરાલિસિસ અને માનસિક બીમારીમાં પુરુષોની સંખ્યા વધારે છે. જ્યારે એઈડ્સની બીમારીથી કંટાળીને આપઘાતમાં મહિલાઓની સંખ્યા વધુ છે.
માનસિક બીમારીને લીધે 80 આપઘાતની ઘટના સામે આવી
અમદાવાદમાં કેન્સરના લીધે 9, પેરાલિસિસને લીધે 5 અને માનસિક બીમારીને લીધે 80 આપઘાતની ઘટના સામે આવી છે, રાજકોટમાં કેન્સરથી 7, પેરાલિસિસમાં 5, સુરતમાં કેન્સરથી એક, પેરાલિસિસમાં 4 અને માનસિક બીમારીથી તંગ આવીને 57 ઘટના બની છે. વડોદરામાં કેન્સરથી 14, પેરાલિસિસમાં 9, માનસિક બીમારીથી તંગ આવીને 7 આપઘાતની ઘટના સામે આવી છે. અન્ય લાંબી માંદગીથી પરેશાન થઈને ગુજરાતમાં 665 આત્મહત્યા થઈ હતી, જે પૈકી 443 પુરુષ અને 221 મહિલા સામેલ છે. અમદાવાદમાં 74, રાજકોટમાં 74, વડોદરામાં 9 અને સુરતમાં 155 આપઘાતના કિસ્સા અન્ય લાંબી બીમારીના કારણસર સામે આવ્યા હતા.