ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેલમાં બંધ માફિયા અતીકના મિત્ર નફીસ બિરયાનીનું હાર્ટ એટેકથી મૃત્યુ

Text To Speech

પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ), 18 ડિસેમ્બર: માફિયા અતીક અહેમદનો નજીકનો મિત્ર નફીસ બિરયાનીનું સોમવારે સવારે મૃત્યુ થયું હતું. રવિવારે પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં મોહમ્મદ નફીસ ઉર્ફે નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવ્યો હતો. સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ નફીસ બિરયાનીને પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાંથી જિલ્લાની સ્વરૂપરાણી નેહરુને ICUમાં દાખલ કરાયો હતો.

નફીસ બિરયાની પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. પ્રયાગરાજ પ્રશાસને તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘તેની ખરાબ તબિયતને કારણે રવિવારે સાંજે જેલ પ્રશાસન દ્વારા તેમને SRN હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ સોમવારની સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. તબીબોએ તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું છે.

એન્કાઉન્ટર દરમિયાન ધરપકડ કરાઈ હતી

હકીકતમાં, નફીસ બિરયાની ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી હતો અને તેને નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અનાપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 22 નવેમ્બરની મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. ફાયનાન્સર નફીસ બિરયાની પર 50,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું હતું. પોલીસ એન્કાઉન્ટર દરમિયાન નફીસને પગમાં ગોળી વાગી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી 9 ડિસેમ્બરે તેને સારવાર બાદ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.’

આ પણ વાંચો: કર્ણાટકમાં 42 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, 7 આરોપીની ધરપકડ

Back to top button