IPL 2024ની હરાજી પહેલા મોટો નિર્ણય, ચાહકોને પહેલીવાર જોવા મળશે આ ફેરફાર
- IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા ખેલાડીઓની કરશે હરાજી
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હરાજી કરનારના નામની કરી જાહેરાત
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : IPL ઓક્શન 2024 19 ડિસેમ્બરે દુબઈમાં યોજવાનો છે. IPLની હરાજી માટે માત્ર થોડા જ કલાકો બાકી છે. દુબઈના કોકા-કોલા વિસ્તારમાં 19 ડિસેમ્બરે ખેલાડીઓ પર બિડિંગ થવા જઈ રહ્યું છે. આ પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદેશી ઓક્ષનીયર(હરાજી કરનાર) IPLમાં ખેલાડીઓ માટે બોલી લગાવતા હતા, પરંતુ હવે આ વખતે એક ભારતીય આવું કરવા જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પણ આ હરાજી કરનારના નામની પુષ્ટિ કરી છે. જેમાં પણ ખાસ વાત એ છે કે આ વખતે હરાજી કરનાર મહિલા છે. IPLના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ મહિલા હરાજી કરનાર ખેલાડીઓની હરાજી કરશે.
The IPL auction will feature its first-ever female auctioneer, Mallika Sagar.#IPLAuction pic.twitter.com/OTxMJy2ro2
— Don Cricket 🏏 (@doncricket_) December 17, 2023
આ વખતે IPLએ હરાજી માટે 333 ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાંથી 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે. આ વખતે હરાજીમાં ચાહકોને કંઈક એવું જોવા મળ્યું જે પાછલી 16 સીઝનમાં એક પણ વાર બન્યું નથી.
આ હરાજી કરનારનું નામ શું છે ?
મળતા અહેવાલો મુજબ, આ વખતે મલ્લિકા સાગર નામની મહિલા IPLની હરાજીમાં બોલી લગાવશે. મલ્લિકા સાગર મુંબઈમાં રહે છે અને તે પહેલા પણ આ કામ કરી ચૂકી છે. મલ્લિકાએ મહિલા પ્રીમિયર લીગ 2023માં સતત 2 વખત તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી છે. Cricbuzzના અહેવાલ મુજબ, BCCIએ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી છે કે-મલ્લિકા સાગર, એક સ્વતંત્ર વ્યાવસાયિક હરાજી કરનાર, હરાજીનું સંચાલન કરશે અને તે હરાજીના તમામ પાસાઓ માટે એકમાત્ર મધ્યસ્થી રહેશે.
કયા હરાજી કરનારાઓને અત્યાર સુધીના IPLમાં મળી તક ?
IPLની શરૂઆત 2008માં થઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 16 સીઝન રમાઈ છે. આ લીગમાં અત્યાર સુધી માત્ર 2 હરાજી કરનારાઓને જ હરાજી કરવાની તક મળી છે. પ્રથમ રિચાર્ડ મેડેલી અને બીજા ફિલિપ એડમીડ્સ હતા. IPLના પહેલા 10 વર્ષમાં રિચર્ડ મેડલી હરાજીનું આયોજન કરતા હતા. આ પછી ફિલિપ એડમ્સે આ ભૂમિકા ભજવી. તે જ સમયે, IPL 2022ની મેગા હરાજી દરમિયાન, એડમ્સની તબિયત બગડી હતી, જેના પછી ચારુ શર્માએ તે દિવસે હરાજી કરી હતી.
આ પણ જુઓ :IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન