દાઉદ ઈબ્રાહિમ માર્યો ગયો હોવાનો એક સમાચાર એજન્સીનો દાવો
- કરાચીમાં અજાણ્યા વ્યક્તિએ ઝેર આપતાં દાઉદ ઈબ્રાહિમને હોસ્પિટલમાં કરાયો હતો દાખલ
- દાઉદ ઈબ્રાહિમને ઝેર આપ્યાના સમાચાર વાયરલ થતાં પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન
ઇસ્લામાબાદ, 18 ડિસેમ્બર : અંડરવર્લ્ડ ડોન અને ડી-ગેંગનો વડા દાઉદ ઈબ્રાહિમ માર્યો ગયો હોવાનો ટ્વિટર એકાઉન્ટ ફ્રન્ટલ ફોર્સ(FrontalForce) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ એજન્સીના દાવા મુજબ દાઉદ ગઈકાલે (રવિવારે) રાત્રે 08.00 વાગ્યે મૃત્યુ પામ્યો હતો.
જ્યારે અહેવાલો મુજબ, દાઉદ ઈબ્રાહિમને કરાચીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવતાં તેણી હાલત ખૂબ ગંભીર હોવાથી તેને કરાંચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હોવાનું અને દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ત્યાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેને કારણે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર પણ ડાઉન થઈ ગયા છે. HD NEWS આ માહિતીની પુષ્ટિ કરતું નથી..
BREAKING : India’s most wanted terrorist Dawood Ibrahim, the main accused of 1993 Mumbai bombings, responsible for killing hundreds of Indians was poisoned by unknown men in the evening of 15th December 2023. He was hospitalized & died yesterday around 20:00 IST. https://t.co/phrrbJvekH
— Frontalforce 🇮🇳 (@FrontalForce) December 18, 2023
ટ્વિટર એકાઉન્ટ ફ્રન્ટલ ફોર્સ દ્વારા દાઉદનું મૃત્યુ થયું હોવાનો દાવો
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના મૃત્યુ અંગે X (ટ્વિટર) એકાઉન્ટ ફ્રન્ટલ ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, “અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કે જે 1993ના મુંબઈ બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી અને સેંકડો ભારતીયોની હત્યા માટે જવાબદાર છે. તેને 15મી ડિસેમ્બર 2023ના રોજ સાંજે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રવિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ તેનું મૃત્યુ થયું હતું.”
દાઉદને ઝેર આપવાના સમાચારથી પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ડાઉન
પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન થયાંનો માહિતી મળી છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં સર્વર ડાઉન છે. આ સિવાય ટ્વિટર, ફેસબુક, ઇસ્ટાગ્રામ પણ કામ નથી કરી રહ્યા. રાત્રે 8 વાગ્યા પછીથી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે. વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકએ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
દાઉદ ઈબ્રાહિમ મુંબઈ બોમ્બ હુમલાનો મુખ્ય આરોપી
દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનમાં છુપાયેલો છે. કરાચીમાં બેસીને તે દુનિયાભરમાં પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે. ભારતીય એજન્સીઓએ દાઉદની કોલ ડિટેઈલ પણ કાઢી લીધી છે. જેની ભારતીય તપાસ એજન્સીઓએ પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ 1993ના મુંબઈ બોમ્બ હુમલાનો મુખ્ય આરોપી છે. અમેરિકાએ પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. મુંબઈ વિસ્ફોટો બાદ દાઉદ ભારતથી ભાગી ગયો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ દાઉદના ઠેકાણા તેમજ તેનો અવાજ કબજે કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ પણ પાકિસ્તાનમાં તેના સ્થાનો પર પહોંચી હતી, જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવતો હતો. થોડા સમય પહેલા જ દાઉદના અવાજના આધારે ભારતીય એજન્સીઓ એવા તારણ પર પહોંચી હતી કે દાઉદ કરાચીમાં છે અને ત્યાંથી તેનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે.
આ પણ જુઓ :અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારવાનો પ્રયાસ ! કરાચીની હોસ્પિટલમાં દાખલ