ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદને શુદ્ધ હવા મળશે, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર ઊભા કરાશે

Text To Speech
  • સાઇડ વોટર સ્પ્રે માટે મિસ્ટિંગ સિસ્ટમ સાથેના મિસ્ટ મશીન મુકાશે
  • વૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ શેડ ઊભા કરાશે
  • ભવિષ્યમાં 15 સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદને શુદ્ધ હવા મળશે. જેમાં AMC દ્વારા પાંચ કરોડના ખર્ચે ત્રણ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર બનાવશે. બંધ બોડીના સેન્ટરમાં કાટમાળનો નિકાલ, ધૂળની રજકણથી છુટકારો મળશે. વૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ શેડ ઊભા કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં સૌથી વધુ તાપમાનનો પારો ગગડ્યો

ભવિષ્યમાં 15 સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે

ભવિષ્યમાં 15 સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં AQI જળવાશે. AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ મકાન રિપેરિંગમાંથી નીકળતા બિલ્ડિંગ મટિરિયલ્સ – કાટમાળના કારણે ઊડતી ધૂળ, રજકણોના કારણે એર પોલ્યુશનની સમસ્યા ન સર્જાય તેમજ અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) યોગ્ય સપાટીએ જળવાઈ રહે તે હેતુસર કાટમાળના નિકાલ માટે ‘કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર’ ઊભા કરાશે.

સાઇડ વોટર સ્પ્રે માટે મિસ્ટિંગ સિસ્ટમ સાથેના મિસ્ટ મશીન મુકાશે

AMC દ્વારા બાંધકામ મટીરીયલ્સના કાટમાળનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવા માટે નવી વ્યવસ્થા ઉભી કરાશે. AMC દ્વારા રૂ. પાંચ કરોડના ખર્ચે શહેરમાં ત્રણ સ્થળે C&D સેન્ટર ઊભા કરાશે અને ભવિષ્યમાં 15 જેટલા સેન્ટર તૈયાર કરાશે. AMC દ્વારા ઉપરની સાઇડ વોટર સ્પ્રે માટે મિસ્ટિંગ સિસ્ટમ સાથેના મિસ્ટ મશીન મુકાશે અને આસપાસ વૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ શેડ ઊભા કરાશે. આ C&D સેન્ટરમાં કાટમાળ ઠાલવવામાં આવ્યા પછી તેના પર પાણીનો છંટકાવ કરીને પ્રોસેસ કરાશે. જેના પરિણામે ડસ્ટિંગ- ધૂળ ઉડશે નહીં અને ઘોંઘાટ નહીં સર્જાવાને કારણે નોઈઝ પોલ્યુશન પણ સર્જાશે નહીં.

Back to top button