ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં સૌથી વધુ તાપમાનનો પારો ગગડ્યો

  • ગુજરાતમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો
  • કંડલા 14 ડિગ્રી, ભુજ 15 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન
  • માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત

ગુજરાતમાં ઠંડી વધી છે. જેમાં નલિયા શહેરમાં સૌથી વધુ તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં નલિયાનું 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. ત્યારે કંડલા 14 ડિગ્રી, ભુજ 15 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન છે.

છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત રહ્યું છે. શનિ રવિની રજા દરમિયાન માઉન્ટ આબુમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ્ ઠંડીનું પ્રમાણ પણ ઘટતા સહેલાણીઓને ઠંડીમાં રાહત મળી હતી. જોકે ઠંડા પવનના સુસવાટા સાથે મોડી સાંજના સુમારે ઠંડીનું પ્રમાણ વધતા તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે. સમી સાંજે સનસેટ પોઇન્ટ પર સહેલાણીઓની મોટી સંખ્યા જોવા મળી હતી. બોટિંગની પણ સહેલાણીઓએ મન ભરીને મઝા માણી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં માઉન્ટ આબુમાં અને ખાસ કરીને ગુરુશિખર પાસે માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. આ ઉપરાંત ઠેર ઠેર બરફની ચાદરો જોવા મળતા લોકોએ ઠંડીની મજા માણી હતી.

ગુજરાતમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો

અમદાવાદ અને ડિસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી તથા કેશોદ અને વડોદરામાં 15 ડિગ્રી, મહુવામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તેમાં સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયુ છે. પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમા શિયાળાનો પ્રારંભ થયા બાદ પ્રથમવાર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.3 ડિગ્રી નોંધાયો છે. આમ શહેરમાં માત્ર 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં કુલ 9 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઠંડીની ઋતુમાં ગરમ વસ્ત્રોના સ્ટોલ લાગ્યા હોઇ શહેરોમાં ભીડ જોવા મળી હતી.

Back to top button