ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

માતા-પિતાની સંમતિ વિના બાળકોના આધારનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે

Text To Speech

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ સરકારે આધાર નંબરના નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આધારની મદદથી બાળકોની ઉંમર ચકાસવા માટે હવે તેમનાં માતા-પિતાની સંમતિ લેવી ફરજિયાત કરવામાં આવી છે. મતલબ કે હવે આ પ્રક્રિયાને બે તબક્કામાં પૂર્ણ કરવાની રહેશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય ડેટા સુરક્ષા નિયમો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એકટ ચાર મહિના પહેલા ઓગસ્ટમાં નોટિફાય કરવામાં આવ્યો હતો. જેના માટે 19 ડિસેમ્બરે સૂચિત નિયમો પર ઉદ્યોગ જગત સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે.

આ ઑનલાઈન સેવાનો ઉપયોગ કરતાં પહેલા બાળકની ઉંમર ચકાસવા માટે સંમતિ મેળવવાની પદ્ધતિ ઘડવી પડશે. આ એક્ટમાં જણાવામાં આવ્યું છે કે કંપનીઓએ તેમના પ્લેટફોર્મને ઍક્સેસ કરવવા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિનાં માતા-પિતાની સંમતિ મેળવવી અનિવાર્ય રહેશે. આ બે પદ્ધતિ 1. માતા-પિતાના ડિજીલોકર એપનો ઉપયોગ કરવો. 2. ઇલેક્ટ્રોનિક ટોકન સિસ્ટમ બનાવવી જરૂરી બનશે.

આ ઉપરાંત, માતા-પિતાને તેમનાં બાળકોની આધાર વિગતોને ડિજીલોકર પ્લેટફોર્મ પર લિંક કરવાની મંજૂરી આપવામાં આવશે. પ્લેટફોર્મ્સ એપ તેને પિગ કરીને તે ચકાસી શકશે કે તેમની સાઇટને એક્સેસ કરનાર વ્યક્તિ ખરેખર બાળક છે કે નહિ?

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ‘આ આધાર આધારિત પ્રમાણીકરણ હશે. આ આધારે ઈન્ટરનેટ પ્લેટફોર્મ, યુઝર્સની આધાર વિગતો જાણી શકશે નહીં. વપરાશકર્તાની ઉંમરના આધારે ડેટાબેઝમાંથી પરવાનગી લેવાની આ એક સરળ પ્રક્રિયા છે.અને આ એકટનો ઉપયોગ કરવા માટે બીજા ઓછામાં ઓછા 25 નિયમો પણ બનાવવા પડશે.

આ પણ વાંચો : એવું કેવી રીતે થઈ શકે કે બ્લેક હૉલ તારાઓને અંદરથી ગળી જાય?

Back to top button