ગુજરાતમાં પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં વધારો, ગૃહ વિભાગે લીધો નિર્ણય
- કેદીઓને અપાતું દૈનિક વેતન ના બરાબર હોવાની ચર્ચા હતી
- કેદીઓના દૈનિક વેતનમાં 60 થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો
- કેદીઓ જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર મોટી રકમ આવશે
ગુજરાતમાં પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવશે. જેમાં ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. તેમાં ગૃહ વિભાગે પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60-70% વધારો કર્યો છે. છેલ્લા છ વર્ષથી રોજમદારનું ભથ્થું રૂ. 70થી 100 જ મળતું હતું.
આ પણ વાંચો: PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ
કેદીઓના દૈનિક વેતનમાં 60 થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો
હવેથી બિનકુશળને 110, અર્ધ-કુશળને 140 અને કુશળને 170 મળશે. વેતનમાં વધારો કરવા માટે જેલોના વડા દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60 થી 70 ટકાનો વધારો કરવામાં આવતા પાકા કામના કેદીઓ માટે રાહતરૂપ નિર્ણય હતો. રાજ્યની જેલોના વડા દ્વારા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવા માટે ગૃહવિભાગને રજૂઆત કરાઈ હતી. જેના પગલે છ દિવસ અગાઉ ગૃહવિભાગ દ્વારા નવી જાહેરાત કરી જેમાં કેદીઓમાં બિનકુશળને 110, અર્ધ કુશળને 140 અને કુશળને 170નું વેતન મળવાપાત્ર થયું છે.
આ પણ વાંચો: 3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા : ઊર્જા અને નાણા મંત્રી કનુ દેસાઈ
કેદીઓને અપાતું દૈનિક વેતન ના બરાબર હોવાની ચર્ચા હતી
રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓ દ્વારા કરાતી વિવિધ કામગીરીને પગલે રાજ્ય સરકાર દ્વારા તેઓને દૈનિક વેતન ચુકવાય છે. 2017માં થયેલા હુકમ મુજબ કેદીઓને અપાતું દૈનિક વેતન ના બરાબર હોવાની ચર્ચા હતી. જે મુજબ બિનકુશળ કેદીને રૂ. 70, અર્ધ કુશળ કેદીને રૂ.80 અને કુશળ કેદીને રૂ.100નું વેતન મળતું હતું. વેતનમાં વધારો કરવા માટે જેલોના વડા દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને લઈ ગૃહ વિભાગે કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય ગત 11 ડિસે.ના રોજ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મુકાઈ છે. કેદી જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓના વેચાણના સ્થળો પર કામ કરી ભથ્થુ મેળવી શકે છે. આ રીતે કેદીઓ જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર મોટી રકમ આવે અને પોતાના ધંધા-રોજગારની શરૂઆત પહેલા પોતાનું ગુજરાન ચલાવી શકે કે નવો ધંધો શરૂ કરે તે હેતુથી સરકાર દ્વારા કામ કરતા કેદીઓને વેતન ચુકવાય છે.