મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગને લઈ રેલ ટ્રાફિકને અસર, આ ટ્રેન કરાઈ રદ
રાજકોટ, 17 ડિસેમ્બર: રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. રેલવેની કામગીરીના ભાગરૂપે કેટલીક ટ્રેન રદ કરાઈ છે. જેમાં ટ્રેન નંબર 09585 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09586 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 20, 21, 24, 25, 28 ડિસેમ્બર, 2023 અને 1, 2, 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.
ટ્રેન નં. 09441, 09443, 09563, 09439, 09561 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09562, 09442, 09564, 09444, 09440 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે. બીજી તરફ, કે ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ તારીખ 23 અને 30 ડિસેમ્બર 2023ના રોજ 45 મિનિટ અને 6 જાન્યુઆરી 2024ના રોજ માર્ગ માં 35 મિનિટ મોડી થશે.ટ્રેન નં 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ માર્ગમાં 35 મિનિટ મોડી થશે.
રેલવે તંત્રે મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ઉપરોક્ત કરાયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે. તેમજ ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચો: સુરત વિશ્વના ફલક પર ઝળકશે, વડાપ્રધાન ડાયમંડ બૂર્સનું લોકાર્પણ કરશે