ગુજરાતટોપ ન્યૂઝ

PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ

Text To Speech
  • એક સ્ટેચ્યૂની કિંમત રૂપિયા 11 લાખ જેટલી
  • વડાપ્રધાનનું 156 ગ્રામનું ગોલ્ડ સ્ટેચ્યૂ બનાવ્યું
  • સ્ટેચ્યૂ વેચાણ માટે રાખવામાં આવ્યા નથી

સુરતમાં PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ છે. જેમાં પ્રથમ સ્ટેચ્યૂ બનાવવામાં સાતથી આઠ માસ લાગ્યા હતા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ્સ અને જ્વેલરી એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂએ આકર્ષણ જમાવ્યું છે.

આ પણ વાંચો: સુરત વિશ્વના ફલક પર ઝળકશે, વડાપ્રધાન ડાયમંડ બૂર્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાનનું 156 ગ્રામનું ગોલ્ડ સ્ટેચ્યૂ બનાવ્યું

પીએમ મોદીના ગોલ્ડ સ્ટેચ્યૂને બનાવનાર જ્વેલર્સ બસંત બોહરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 156 બેઠક સાથે સરકાર બની હોવાથી વડાપ્રધાનનું 156 ગ્રામનું ગોલ્ડ સ્ટેચ્યૂ બનાવ્યું છે. જેમાં 18 કેરેટ ગોલ્ડ છે. આવા ફક્ત બે સ્ટેચ્યૂ બનાવાયા છે. પ્રથમ સ્ટેચ્યૂ બનાવવા પાછળ સાતથી આઠ માસનો સમય લાગ્યો હતો.

એક સ્ટેચ્યૂની કિંમત 11 લાખ જેટલી

જ્યારે બીજા સ્ટેચ્યૂને દોઢ મહિનામાં બનાવવામાં આવ્યું હતું. એક સ્ટેચ્યૂની કિંમત 11 લાખ જેટલી છે, પરંતુ સ્ટેચ્યૂ પીએમ મોદીના હોવાથી તે વેચાણ માટે રાખવામાં આવ્યા નથી. બસંત બોહરાએ વધુમાં કહ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓ વેપાર કરે છે.

Back to top button