ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લિબિયાના દરિયા કિનારે જહાજ ડૂબવાથી બાળકો-મહિલાઓ સહિત 61 પ્રવાસીઓના મૃત્યુ

  • લગભગ 86 લોકો સાથેનું જહાજ લિબિયાના ઝવારા શહેરના દરિયા કિનારાથી નીકળ્યું હતું

લિબિયા,17 ડિસેમ્બર : લિબિયાના દરિયા કિનારે મોટી દુર્ઘટના બની છે. અહીં સમુદ્ર તટ પર જહાજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત 61 પ્રવાસીઓ ડૂબી ગયા હતા. બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, લગભગ 86 લોકો સાથેની બોટ લિબિયાના ઝવારા શહેરના દરિયા કિનારાથી નીકળી હતી. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઈગ્રેશને (IOM) શનિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું હતું કે, લીબીયામાં એક ‘દુ:ખદ’ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 પ્રવાસી ડૂબી ગયા હતા.

 

અહેવાલો અનુસાર, IOMએ બચી ગયેલા લોકોને ટાંકીને કહ્યું કે, લગભગ 86 લોકોને લઈને જતી બોટ લિબિયાના ઝવારા શહેરથી રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લિબિયા કે જ્યાં 2011માં નાટો સમર્થિત વિદ્રોહ પછી સ્થિરતા અથવા સુરક્ષા ખૂબ જ ઓછી છે, તે(લિબિયા) લોકો માટે દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા ઈચ્છતા લોકો માટે એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે. અહેવાલમાં જણાવાયું છે કે, માનવ તસ્કરીનું નેટવર્ક મુખ્યત્વે લશ્કરી જૂથો દ્વારા ચલાવવામાં આવે છે જે દરિયાકાંઠાના વિસ્તારોને નિયંત્રિત કરે છે.

 

આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકેલી છે

છેલ્લા મહિનાઓમાં, લિબિયામાં સુરક્ષા દળોએ કથિત રીતે સ્થળાંતર કરનારાઓ પર અટકાયત અને દેશનિકાલ જેવી કાર્યવાહી કરી છે. સમાન ઘટનામાં, જૂનમાં ઓછામાં ઓછા 79 સ્થળાંતર કરનારાઓ ડૂબી ગયા હતા અને સેંકડોથી વધુ ગુમ થયા હતા. તેમની બોટ પલટી ગઈ અને ગ્રીસ પાસેના ખુલ્લા સમુદ્રમાં ડૂબી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપની સૌથી ભયંકર શિપિંગ આપત્તિઓમાંની એક હતી.

અહેવાલો મુજબ, આ જહાજ લિબિયાથી રવાના થઈ હતી અને શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બોટ પરના મોટાભાગના લોકો ઈજિપ્ત, સીરિયા અને પાકિસ્તાનના હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન ઈટાલીના કેલેબ્રિયન કિનારે એક લાકડાની બોટ ખડકો સાથે અથડાઈ હતી, જેમાં 96 લોકો માર્યા ગયા હતા.

આ પણ જુઓ :ચીનના બેઈજિંગમાં ભયાનક ટ્રેન અકસ્માત, 500 લોકો ઘાયલ

Back to top button