ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા અનામત બિલને લઈને નિર્મલા સીતારમણે આપ્યું અપડેટ, જાણો ક્યારે થશે લાગુ?

Text To Speech

મેંગલુરુ (કર્ણાટક), 16 ડિસેમ્બર: 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામતને લઈને ફરીએક વાર મુદ્દો ચર્ચામાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024ની વસ્તી ગણતરી પછી મહિલા આરક્ષણ બિલને લાગુ કરવાની વાત કરી છે. 15 ડિસેમ્બરના રોજ કર્ણાટકના મૂડબિદ્રી ખાતે રાણી અબ્બક્કાના નામે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડ્યા બાદ સીતારમણે આ અંગે જણાવ્યું હતું. સીતારમણે કહ્યું કે મહિલા બિલ હકીકત બની ગયું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભૂમિકામાં વિશ્વાસ રાખે છે.

સરકારે ડિજિટલ પ્રાચીન કહાનીઓનો ખજાનો બનાવ્યો

કેન્દ્રીય મંત્રીએ પોર્ટુગીઝ સામે લડનાર ઉલ્લાલની 16મી સદીની મહારાણી અબક્કાની હિંમત અને બહાદુરીની પણ પ્રશંસા કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારે શાહી તાકત સામે લડનારા ઘણા અજાણ્યા લડવૈયાઓના યોગદાનને દસ્તાવેજીકૃત કરવા માટે પગલાં લીધાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સરકારે બહાદુરીની 14 હજાર 500 કહાનીઓનો ડિજિટલ ખજાનો બનાવ્યો છે. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સ્થળોને ઉજાગર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓની ભૂમિકા, બંધારણ સભામાં મહિલાઓ અને સ્વતંત્રતા સંગ્રામના આદિવાસી નેતાઓ પર ત્રણ પુસ્તકો બહાર લાવવા માટે અમર ચિત્ર કથા સાથે પણ જોડાણ કર્યું છે. નાણામંત્રીએ આશાવાદ સાથે કહ્યું કે, કર્ણાટકના દરિયાકિનારે રાણી અબક્કાના નામ પર સૈનિક સ્કૂલ ખોલવામાં આવશે. તેમણે સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ માટે વપરાયેલ રાણી અબક્કાના ચિત્ર માટે કલાકાર વાસુદેવ કામથને પણ અભિનંદન આપ્યા હતા.

2024ની ચૂંટણી બાદ મહિલા અનામત બિલ લાગુ થશે

સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. આ પછી હવે તે કાયદો બની ગયો છે. તેની જોગવાઈઓ અનુસાર તેને 2024ની વસ્તી ગણતરી બાદ લાગુ કરવામાં આવશે. આ પછી રાજ્યની વિધાનસભાઓ અને લોકસભામાં મહિલાઓનું 33 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની સહી થતાં મહિલા અનામત ખરડો બન્યો કાયદો

Back to top button