યુવાનો, હાર્ટ એટેકનો ખતરો ઘટાડવા માટે તમારી આ આદતો બદલી દો
- આજે નાની ઉંમરમાં હાર્ટ એટેકના લીધે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. તેનાથી બચવા માટે અઠવાડિયામાં 150 મિનિટ સુધી બ્રિસ્ક વોક જરૂર કરો. હાર્ટ એટેકના ખતરાથી બચવા માટે યુવાનો પોતાની લાઈફસ્ટાઈલના રુટિનમાં શું પરિવર્તન લાવે તે જરૂરી છે.
જો તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો યોગ્ય લાઈફસ્ટાઈલ સાથે યોગ્ય ડાયટ પણ જરૂરી છે. છેલ્લા ઘણા વર્ષોથી યુવાનોમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ભારતમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા સતત વધી છે. હાર્ટ એટેકનો ખતરો હવે માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે જો તમે હાર્ટ એટેકથી બચવા ઈચ્છતા હો તો યોગ્ય લાઈફસ્ટાઈલ ફોલો કરો. હાર્ટ એક્સપર્ટ અનુસાર આજે નાની ઉંમરમાં હાર્ટ એટેકના લીધે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. તેનાથી બચવા માટે અઠવાડિયામાં 150 મિનિટ સુધી બ્રિસ્ક વોક જરુર કરો. જાણો હાર્ટ એટેકના ખતરાથી બચવા માટે યુવાનોએ પોતાની લાઈફસ્ટાઈલના રુટિનમાં શું પરિવર્તન લાવવા જોઈએ. આ ખતરનાક બીમારીનું પહેલેથી જ ધ્યાન રાખવામાં આવે તો તેનો ખતરો ઘટી શકે છે.
સ્મોકિંગથી દુર રહો
આજકાલના યુવાનો સ્મોકિંગ કરે છે, તેની અસર હાર્ટ પર પડે છે. સિગારેટ, બીડી અને અન્ય સ્મોકિંગ વાળી વસ્તુઓનો ધુમાડો હાર્ટ માટે ખતરનાક હોય છે. જે લોકો દિવસમાં અનેક વાર ધુમ્રપાન કરે છે, તે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધે છે, તેથી તમે સ્મોકિંગથી દુર જ રહો તે સારુ.
શુગર વાળા ડ્રિંક વધુ ન પીવો
મોટાભાગના યુવાનો શુગર વાળા ડ્રિંક અને જંકફુડ એક સાથે ખાય છે, જે હાર્ટ માટે ખતરનાક છે. તેનાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલનો ખતરો રહે છે. સાથે આ બીમારીઓનું ચેકઅપ પણ સમયસર કરાવવું જોઈએ.
સ્ટ્રેસથી દુર રહો
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર આજકાલ મોટાભાગના લોકો સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા ધીમે ધીમે એન્ગઝાઈટી અને ડિપ્રેશનમાં બદલાઈ રહી છે. આ કારણે હાર્ટ એટેકનો ખતરો અનેક ગણો છે. હાર્ટ એટેકના ખતરાથી બચવા માટે સ્ટ્રેસને કન્ટ્રોલ કરવો જરુરી છે.
એક્સર્સાઈઝ કરો
જો તમે હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા ઈચ્છો છો તો વધુમાં વધુ ફિઝિકલ એક્ટિવીટી કરો. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી બચો. રાતે વહેલા સુવો અને સવારે જલ્દી ઉઠો. હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. આ ઉપરાંત રોજ કમસે કમ આઠ કલાકની ઉંઘ લો.
આ પણ વાંચોઃ UPI પેમેન્ટને લઈને RBIએ કર્યા કેટલાક ફેરફારો